________________
અવલોકન
२७३
(પા. ૧૩૫) કરુણ માટે લેખકે પસંદ કર્યા છે તે પણ પુનઃચિંતન માગી લે છે. લેખક વિપ્રલંભ શૃંગાર અને કરુણ વચ્ચેના સૂક્ષ્મ ભેદ બાબત પણ આચાર્યોનાં કેટલાંક મંતવ્યો માત્ર આપીને સંતોષ માને છે ત્યારે પણ લેખકને પૂછવાનું મન થાય તેમ છે કે આ બાબત તમે શું માને છે ?
કરુણરસ અને કરુણતિક-tragedy-વચ્ચે સંબંધ છે, એ બાબતની ઠીક ઠીક વિચારણુ લેખકે વિદ્વાનેમાંથી આપી છે. સંસ્કૃત નાટય સાહિત્યમાં કરુણાન્તિકા બહુ ખેડાઈ નથી તેનાં કારણો લેખકે . ભદની કૃતિમાંથી આપ્યાં છે. પરંતુ આ બધું કર્યા પછી આ મુદ્દાનું મૂલ્યાંકન લેખકે જરાસરખું પણ કર્યું નથી, કદાચ કરવાની હિંમત કરી નથી.
આમ, માત્ર પ્રસંગે ભેગા કરી આપવા અને તેના રસ પર વિદ્વાનનાં મંતવ્ય એઠાં કરી આપવાં, એટલા માત્રથી કરુણરસની મીમાંસા થતી નથી, એટલું લેખક સમજ્યા છે કે નહીં તે શંકાસ્પદ છે.
લેખકે સંસ્કૃત અવતરણે પાદટીપ માં પુષ્કળ આપ્યાં છે અને તેના અનુવાદ આપ્યા છે. કેટલાંક સ્થળે અનુવાદ સન્તોષકારક થયા છે તે ઘણું સ્થળોએ અનુવાદ કાચા, અધકચરા, અસ્પષ્ટ અને ઘણી વખત ખોટા પણ થયા છે. (દા. ત. પાનાં-૧૬, ૨૬, ૨૭, ૪૯, ૫૦, ૫૧, ૫૯, ૬૧, ૮૯ વગેરે). આ જ રીતે વાકયરચનાના દેથી પણ આ કૃતિ સર્વથા પર નથી.
વધુમાં વધુ ખટકે છે મુદ્રણદોષ. પાને પાને અપાર મુદ્રણદોષ રહી જવા પામ્યા છે તે અસહ્ય જ ગણાય. વળી ભૂલના પ્રમાણમાં નાનાસરખા છતાં ચાર પાનાના શુદ્ધિપત્રકમાં શુદ્ધ શબ્દ આપ્યા છે તેમાં પણ કેટલાક મુદ્રણદોષે રહી ગયા છે ! “પ્રસ્તાવનાના પ્રથમ પાનાની છેલ્લી કંડિકામાં લેખક મુદ્રણદોષે માટે ક્ષમા પ્રાર્થી છે એ ક્ષમાપ્રાર્થનાના વાકયમાં પણ ત્રણ ચાર મુદ્રણદોષ છે અને કવરપેજ પણ ‘કરૂણરસ છપાય છે તે એકદમ અને પ્રથમ નજરે જ ખટકે તેવું છે. વળી આને પરિણામે “બદ્ધચરિત' ને બદલે “બુદ્ધ છરિત' થઈ ગયું હોય (પા. ૪૪), “કેલાશનાય ત્રિપાઠી' એ લાશનાથ ત્રિપાઠી’ બની ગયા હોય ત્યારે તે કહેવું જ શું ? આવી જ નેંધપાત્ર ક્ષતિ છે આ વન ખરેખર આગ નીકળી' (નબળે અનુવાદ) ને બદલે “આ વચન ખરેખર આગળ નીકળી.” આવી ક્ષતિઓને અને “સમય ચક્ર” “સમય ચક્રમ’ બની જાય છે તેને કૃતિમાં પાર નથી.
અનુવાદની ભાષા ઉપરાંત સમગ્રપણે પણ પુસ્તકની ભાષામાં લેખક એકબાજી પીવે છે? (પા. ૫૧) “સીતાને ઘરમાંથી કાઢી હતી’ (પા. ૫૩) એવા ગામઠી લાગતા પ્રયોગો કરે છે, તે બીજી બાજુ તેઓ “અનપત્યવેદના “પાર્વતીયદય” (પા. ૫૧), લેખન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org