________________
૧. ના. મહેતા
મહત્ત્વની રચના અમદાવાદના કિલ્લાની હતી. તેની રચનાથી આ શહેરની સીમા સ્પષ્ટ રીતે અંકાય છે.
આ વખતે બંધાયેલા કિલાને વિચાર કરતાં અને જૂનાં પરાંઓને લક્ષમાં લેતાં મિરઝાપુર, ખાનપુર જેવા લત્તાઓમાં આછી પાતળી કે નહિવત વસતી હશે. તેથી કિલાનાં આજનમાં થે વધારે મોટા વિસ્તારમાં આ યુગમાં સંભવિત વસતીના વધારાને લક્ષમાં લીધે હશે. વળી જેમ આગ્રામાં નદીને કિનારે શાહજાદાઓનાં નિવાસે હતા તેમ સાબરમતી નદીના કાંઠા પર પણ બાંધકામ કરાવ્યાં હોવાનું સમજાય છે.
બાબુરીવંશના પાદશાહનું મુખ્ય કેન્દ્ર આગ્રા હતું, તેની આજુબાજુ જેવો વિકાસ થાય તેવો અને તેટલો વિકાસ અમદાવાદમાં ન થાય એ સ્વાભાવિક હતું. પરંતુ તેમના રાજપમાં બાવકની દરિટએ આગ્રાની બરાબરી કરે એવા આ પ્રદેશમાં તેમણે વિકાસમાં કેટલું કે ધ્યાન આપ્યું છે.
અકબરના રાજ્યકાળ દરમિયાન તેનું નામ રહે એટલા માટે ખાડિયા અકબરપુર જેવાં નામ બદલાયા હોવાનું અનુમાન થઈ શકે છે. તેમ જહાંગીરના સમયમાં નુરજહાંના નામ પરથી પરૂ હોવાની માન્યતા છે. શાહજહાંના વખતમાં શાહી બાગ અથવા પાદશાહવાડીને વિકાસ જોઈ શકાય છે. એ સ્થળે પાદશાહ શાહજહાંના વખતમાં બંધાયેલી ઈમારતને લીધે અમદાવાદ પાસેને સાબરમતીની ઉત્તર તરફને કિનારો કેટલોક બદલાયા હોવાનું વિધાન થઈ શકે. તેમ ઔરંગઝેબના વખતમાં ખાનપુરમાં વસતી વધી હેવાનું પણ અનુમાન થાય. તદુપરાંત આજુબાજુ પણ કેટલાંક પરાંને વિકાસ થયો. તેમાં જનાં શેખપુર ખાનપુર પાસે નવરંગપુરાની ગણના થાય.
આ ઉપરાંત આ વંશનાં રાજ્ય સમય દરમિયાન ભદ્રમાં જના રાજ્યમહેતાને નાશ થયો અને તેને સ્થાને આજે દેખાતી આઝમ ખાનની સરાઇની ઈમારત તથા ભદ્રને દરવાજો અને સંભવતઃ કારંજ પણ તૈયાર થશે. આ વખતે મોટે ભાગે આજે અહમદશાહની ભદ્રની મસ્જિદની દક્ષિણે જે ભીત દેખાય છે તે તૈયાર થઈ. આ ભીંત પર થઈને માણેકબુરજ પર ચાલતા રહેટ વડે પાણી લાવવામાં આવતું અને તે પાણી આઝમખાનની સરાઈમાં તથા કારંજના કુવારા માટે વપરાતું હોવાનો સંભવ છે. તદુપરાંત આ વિસ્તારમાં બંધાયેલા હમામને પણ તે પુરવઠે મળતો.
શાહપુર વિસ્તારમાં આવેલા હમામો કદાચ બહારથી આવનાર મુસાફરો માટે બંધાય. હેય એ સંભવ છે. આ ઉત્તરના વિસ્તારમાં દરિયાપુર પાસેના ઈડરિયા દરવાજા પાસેના વિભાગનું નામ બદલાઈને દિલ્હી દરવાજા નામ થાય છે તેમાં પલટાયેલી રાજસત્તા તથા તેની રાજધાનીનું–શાહજહાંએ વસાવેલા દિહી-નામ આ વિસ્તારના માર્ગ સાથે જોડાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org