________________
અમદાવાદ નો વિકાસ
૨. ના. મહેતા
વ્યાખ્યાન-૧
પ્રાસ્તાવિક
अतीतार्थ त्रिपादच पञ्चबल समाकुलम् । पञ्चकर्म समाराध्यमितिहासमुपास्महे ॥
આપણાં નગર-રાજધાનીઓ, શાખાનગર ઈત્યાદિ-આપણું સામાજિક અને બૌદ્ધિક જીવનનાં મહત્વનાં સ્થાને છે. તેમણે આપણા દેશની અનેક પ્રવૃત્તિઓમાં ઘણું પ્રદાન કર્યું છે. આ વિવિધ પ્રવૃત્તિઓની અનેક નિશાનીઓ આપણાં નગરો એ સાચવી છે પરંતુ તેનાં અધ્યયન પર આપણું દયાને પ્રમાણમાં ઓછું ખેંચાયું છે.
આપણું આ દુર્લક્ષ કંઈક અંશે આપણી પશ્ચિમાભિમુખ શિક્ષણ પદ્ધતિ ને આભારી છે, એમ તેના ઈતિહાસાદિના અભ્યાસક્રમો દર્શાવે છે. આ પરિસ્થિતિમાં ધીમે ધીમે ફેરફાર થવા માંડે છે, તેથી, જુદા જુદા નગરોમાં ચાલતી નાની મોટી પ્રવૃત્તિઓ તરફ અધ્યયન માટે નજર દોડાવવા ની શરુખ્યાત થઈ છે. આ પરિસ્થિતિને લીધે આપણી પરંપરા લક્ષી અધ્યયને થતાં હતા તે તરફ આપણી દૃષ્ટિ જવા માંડી છે. અને તેને, આજે જેને ઈતિહાસ કહેવામાં આવે છે તે દષ્ટિબિંદુથી તેની તપાસ કરવાના પ્રયત્ન થાય છે.
આ પ્રયત્નની શરૂઆત અમદાવાદ માટે ઈ.સ. ૧૮૫૦થી થયાનું વિધાન સ્વ. મગનલાલ વખતચંદ શેઠના અમદાવાદના નિબંધ થી થઈ શકે. તે પહેલાં ફારસીમાં મિરઝા મુહમ્મદઅલિખાને તેમ જ સિકંદર બીન મંઝ, વાજા નિઝામુદિન, ફરીસ્તા તથા અબૂલફઝલ જેવા લેખકોએ અમદાવાદનાં કેટલાંક વર્ણન કર્યા હતાં. પરદેશથી અમદાવાદ આવનાર જુદા જુદા મુસાફરોએ તેને માટે લખાણે લખ્યાં હતાં, તે લખાણેને આધારે અમદાવાદ માટે ૧૮૭માં ગેઝેટિયર એક બેએ પ્રેસીડન્સી ના ચેથા વોલ્યુમમાં માહિતી આપવામાં આવી છે. આ માહિતીઓનું તેમ જ પદમપુરાણોમાંથી મળતી સામગ્રીનું અને બીજી પ્રવૃત્તિએનું સાલન કરીને સ્વ. રત્નમણિરાવ ભીમરાવ જોટે એ ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથ ૧૯૨૯માં લખે ત્યારબાદ અમદાવાદની વિવિધ પ્રવૃત્તિઓ પર નાનાં મોટાં લખાણો થતાં રહ્યાં છે. ૦ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર ને આશ્રયે ૪/૯/૮૪ તથા ૫/૯/૮૪ ના રોજ આપેલાં બે યુનિવર્સિટી વ્યાખ્યાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org