________________
૨. ના. મહેતા
અહમદશાહના રાજ્યકાળ દરમિયાન (૧૪૧૧-૧૪૪૧) અને તેના વારસે મહમદ પહેલે (૧૪૪૧ -૧૪૫૧), સુલતાન કુતુબુદ્દીન (૧૪૫૧-૧૪૫૮', સુલતાને દાઉદ ખાં (૧૪પ) અને સુલતાન મહમૂદ બેગડાના ઈ. સ૧૪૮૪ સુધીના સમય દરમિયાન અમદાવાદમાં રાજનગર તરીકે વિકાસનાં ચિન્હ દેખાય છે.
આ નિશાનીઓની તપાસ કરતાં સમજાય છે કે અહમદશાહે બાંધેલી જુમા મસ્જિદની ભૌગોલિક સ્થિતિ તેના મહેલ અથવા અમદાવાદના કિલ્લાની બહાર આમ જનતા માટેના વિસ્તારમાં હતી. આ પરિસ્થિતિ અમદાવાદના લગભગ સમડ લ ન આગ્રામાં દેખાય છે. આગ્રાને લેદી વંશમાં થયેલે કિલો અને તેની કલાં મજિદ જેમ એક બીજાથી દૂર છે તેમ અમદાવાદની પરિસ્થિતિ છે. આમ રાજ મહેલની બહારના ભાગમાં જમામજિદ રાખવાની પરંપરા શાહજહાનાબાદ, દિલહી તેમ જ તુઘલકાબાદમાં પણ દેખાય છે. અમદાવાદમાં જામા મસ્જિદની પૂર્વમાં શાહી કબ્રસ્તાન હતું ત્યાં અહમદશાહની દરગાહ છે તથા તેમાં સુલતાન મહેમદ પહેલાતી તથા સુલતાન કુતુબુદ્દીનની દરગાહ હાઈને ત્રણ પેઢી સુધી ઓછામાં ઓછું આ કબ્રસ્તાન ચાલું હતું. તેની સામે રાણીને હજીરા, તથા કંઈ ઓળમાં આવેલી ખાનજહાંનની દરગાહ પણ આ સ્થળે કબ્રસ્તાન વધારે વખત ઉપગમાં હોય એનું સૂચન કરે છે.
આ પરિસ્થિતિમાં અમદાવાદનું શાહી કબ્રસ્તાને આ સ્થળે હોય તે અમદાવાદને વિકાસ આ વખતે માણેકચોકની પૂર્વમાં થયો હોવાનું સંભવ નથી. પરંતુ તે વખતે પૂર્વ દિશામાં ભંડેરી પુર અસ્તિત્વ ધરાવતું હોય એમ લાગે છે તથા આ સ્થળના અગ્નિખૂણે આશાવલ પણ અસ્તિત્વ ધરાવતું લાગે છે : અહમદશાહથી કુતુબુદ્દીન સુધીના સુલતાનના સમયમાં હાલના ઢીંકવા કે ટૂંકવા વિસ્તારમાં ઢંક” વાળા કાયા કૂવાની સંખ્યા સારા પ્રમાણમાં હોવાની શક્યતા આ સ્થળ-નામ દર્શાવે છે. તેથી આ સ્થળ પર ખાસ વસતી હવાને સંભવ નથી. પરંતુ આજે નાની વાડીઓમાં ઢંકથી સિંચાઈ કરીને વાઘરીઓ ઘૂંડાંઘણાં શાકભાજી પકરે છે તેવી પ્રવૃત્તિ ચલાવનાર છૂટા છવાયા વાઘરીવાસ હોવાની શક્યતા દર્શાકઆ પરિસ્થિતિ ગામને અંત સૂચવે છે. તેમજ અહીંના ટેકરા જેવા વિસ્તારનું સૂચન કરે છે.
આવી અમદાવાદની પરિસ્થિતિ સૂચવતું બીજું નામ રતનપોળમાં હાથીખાના છે. આ યુગમાં હાથીઓ લડાઈમાં વપરાયાના ઘણું ઉલ્લેખ છે. રાજનગરમાં હાથી રાખવાના સ્થળને હાથીખાના કહે છે. અને તે મોટેભાગે ગામ બહાર હોય છે. આ સૂચક પરિસ્થિતિએ જોતાં અહમદશાહના સમયથી વિકસવા માંડેલું અમદાવાદ માણેકક, રતનપોળ, વિસ્તાર સુધી શાહી રાજનગર વિસ્તાર દર્શાવે છે. તેની અને સાબરમતીની વચ્ચેના વિસ્તારમાં વસતીને તથા બાંધકામને કેટલેક વિકાસ થયે હેવાને સંભવ છે.
આ સંભવને પ્રબળ કરે તે વિસ્તાર ઢાલગરવાડ તથા સલા પસ રોડ જેવાં નામે છે. આ નામે રાજધાનીમાં સૌન્ય માટે જરૂરી ઢાલ બનાવનાર તથા હથિયાર વેચનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org