________________
કવિ રામચન્દ્ર અને કવિ સાગરચન્દ્ર
રાજગરછીય પ્રભાચદ્રાચાર્યના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮) તથા નાગેન્દ્રગચ્છીય મેતુંગાચાર્યના પ્રબન્ધ ચિન્તામણિ (સં. ૧૩૬૧/ઈસ. ૧૩૦૫) માં આચાર્ય હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રનું એક લોચન ગયાની અનુશ્રુતિ નેંધાયેલી છે, જે લક્ષમાં લેતાં સંદર્ભ સૂચિત સ્તુતિઓના કર્તા તે જ રામચન્દ્ર લેવા ઘટે તેવું ચતુરવિજયજીનું કથન છે. ૧૦
બીજી બાજુ કલ્યાણવિજયજીએ પિતાની ધારણા પાછળ શું યુક્તિઓ પ્રસ્તુત કરેલી તેને નિર્દેશ ચતુરવિજયજી મહારાજે દીધો નથી, કે ક્યા લેખમાં સ્વગય મુનિશ્રીએ પોતાને એ અભિપ્રાય પ્રકટ કરેલ, તે વિષે પણ તેમણે જણાવ્યું ન હદ તે સમ્બન્ધમાં તાત્કાલિક તે કંઈ કહી શકાય તેમ નથી. પણ હું માનું છું કે બહદુગચ્છને વિધિચૈત્ય રૂપે સમર્પિત સોલંકી સમ્રાટ કુમારપાળ કારિત જાબાલિપુર (જાર)ના કાંચનગિરિગઢ પરના જિન પાર્શ્વનાથનાં કુમારવિહારના (સં. ૧૬૪ | ઇસ. ૧૨૦૮ ના) લેખમાં વજ-દંડની પ્રતિષ્ઠા કરનાર મુનિ રામચન્દ્રના ઉલ્લેખ પરથી૧૨, તેમ જ સન્દર્ભગત કાચિંશિકાઓ માંહેની કેટલીકના આંતર-પરીક્ષણ પરથી તેઓ આવા નિષ્કર્ષ તરફ પહોંચ્યા હેય.
મુનિ રામચન્દ્રની સન્દર્ભ સૂચિત સ્તુતિ-કાવ્ય કૃતિઓ તપાસી જોતાં મારે ઝુકાવ કલ્યાણવિજયજીએ કરેલ નિર્ણય તેમ જ . અંબાલાલ પ્રેમચંદ શાહના મત તરફ ઢળે છે : કારણે આ પ્રમાણે છે.
(૧) ૧૦ કાત્રિશિકાઓમાંથી ૬ જિન પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયેલી છે અને તે સૌમાં સ્પષ્ટરૂપે જાબાલિપુરના કાંચનગિરિ–સ્થિત પાનાથ લિખિત વા વિવક્ષિત છે : એટલું જ નહીં એકમાં તે પ્રસ્તુત જિનને પ્રાસાદ ત્યાં કુમારપાળે બંધાવ્યાને પણ ઉલ્લેખ છે : આ સમ્બન્ધના સ્પષ્ટ સન્દર્ભે નીચે મુજબ છે.
उत्तप्तजात्यतपनीयविनिद्रभद्रपीठप्रतिष्ठितविनीलतनुः सभायाम् । चामीकराद्रिशिखरस्थितनीलरत्नसापत्नकं दधदयं जयताज्जिनेन्द्रः ॥८॥
पाश्व प्रभोः परिलसत्पुरतस्तमांसि तदर्मचक्रमचिरान्मुकुलीकरोतु । प्राच्याचलेन्द्रशिखरस्य पुरस्सरं यद् बिम्बं विडम्बयति वारिजबान्धवस्य ॥१३॥
देवः सदा सिततनुः सुमनोजनानां पौरन्दरद्विरदवत् प्रमदं प्रदत्ताम् । स्वर्णाचले कलयति स्म कलां यदीयालानस्य मन्दिरमदः सहिरण्यकुम्भम् ॥२१॥
कल्याणभूधरविभूषण ! तीर्थलक्ष्मीमल्लीमयै कमुकुटे शशिशुभ्रधाम्नि । कृष्णाभ्रकप्रियसखीं द्युतिमुद्वहन् वस्तीर्थङ्करः सकलमङ्गलकेलयेऽस्तु ॥३१॥
-- उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org