________________
આપૃચ્છા સામાચારી
વિનાશ કરવાને માટે) વિધિનું નિરૂપણ કરે.
આ ઉપરાંત બીજી વાત એ કે “વિધિપૂર્વક જો શિષ્ય વસ્ત્રપ્રક્ષાલનાદિમાં પ્રવૃત્તિ કરે તો એની એ પ્રવૃત્તિ ગુરુના ઈષ્ટનું=કર્મક્ષયનું સાધન છે.” આ વાત ગુરુ પણ સમજે છે. એટલે શિષ્યની એ પ્રવૃત્તિમાં પોતાના ઈષ્ટની સાધનતાનો બોધ કરીને ગુરુ તેવા જ પ્રકારની શિષ્યની પ્રવૃત્તિ થાય એ માટે એવી પ્રવૃત્તિને અનુકૂળ એવો વિધિબોધ કરાવવાને માટે પણ ત્યાં વિધિનું નિરૂપણ કરે.
આમ ગુરુ પોતાનું અનિષ્ટ અટકાવવા અને ઇષ્ટને ઉત્પન્ન કરવા માટે ત્યાં વિધિનું નિરૂપણ કરે.
यशो. - ततश्च विधिप्रदर्शनाद्विधेः = आचारस्य प्रतिपत्तिः शाब्दो बोधस्तस्येत्यनुषज्यते । तत्रापि = विधिबोधेऽपि सति 'अहो ! सकलसत्त्वानुपघातकं भगवतां वचनमिति विधिनिर्देष्टरि तीव्रश्रद्धालक्षणात् शुभात् = प्रशस्तद्रव्यलेश्योपरञ्जितचित्तप्रसूताद् भावाद्= अध्यवसायात् विघ्नस्य-चिकीर्षितकार्यप्रतिबन्धकदुरितस्य क्षयो = नाशो भवतीति शेषः ।
चन्द्र. - तस्येति अनुषज्यते = विधिज्ञाता गुरुः तस्य विधिं प्रयच्छतीत्यत्र यत् "तस्य" इति शिष्यवाचकं पदं, तत् "विधेः शाब्दबोधो भवति" इत्यत्रापि योजनीयम् । शिष्यस्य शाब्दबोधो भवतीति भावः । विधिनिर्देष्टरि= जिनेश्वरे, उपलक्षणाद् गुरौ च । प्रशस्तद्रव्यलेश्येत्यादि । प्रशस्ता या द्रव्यलेश्या, तया उपरञ्जितं यत् चित्तं, तेन प्रसूतात् । चिकीर्षतेत्यादि । कर्तुमिष्टस्य वस्त्रधावनादिकार्यस्य प्रतिबन्धकं= आरंभस्यापि निषेधकं यत् दूरितं=पापं, तस्य ।
ગુરુએ કરેલા વિધિપ્રદર્શન દ્વારા શિષ્યને વસ્ત્રપ્રક્ષાલનાદિ સંબધી વિધિનો શાબ્દબોધ થાય. અહીં “કોને શાબ્દ બોધ=વિધિપ્રતિપત્તિ થાય ?” એ લખેલ નથી. પણ “વુ તÆ આળા” માં જે “તમ્ય” પદ છે. તે આ ત્રીજા પાદમાં જોડવાનું છે. એટલે “શિષ્યને શાબ્દબોધ થાય” એવો અર્થ નીકળે.
વિધિબોધ થાય એટલે શિષ્યના મનમાં આવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય કે “અહો ! ૫રમાત્માનું વચન તમામ જીવોનું અનુપઘાતક છે. પ્રભુવચન કોઈપણ જીવનું વિનાશક ન બને એવું છે.” આ પ્રમાણે શિષ્યને
વિધિના બતાવનારા તીર્થંકરો ઉપર તીવ્ર શ્રદ્ધા પ્રગટ થાય. એ શ્રદ્ધા એ જ શુભભાવ કહેવાય. ભાવ એટલે અધ્યવસાય. અને જે અધ્યવસાય તેજો-પદ્મ-શુક્લ આ ત્રણ સારી દ્રવ્યલેશ્યાઓથી રંગાયેલા ચિત્તમાંથી ઉત્પન્ન થાય એ શુભ કહેવાય. આ ભાવ પણ એવો જ છે. એટલે એવા શુભ અધ્યવસાય દ્વા૨ા ક૨વાને માટે ઈચ્છાયેલા વસ્ત્રપ્રક્ષાલનાદિકાર્યોને અટકાવનાર એવા પાપ કર્મો રૂપી વિઘ્નોનો વિનાશ થાય. (ગાથામાં ‘મતિ’ શબ્દ નથી. પણ એ ક્રિયાપદ અહીં સમજી લેવાનું.)
યશો.
आन्तरालिकविघ्नानुत्पादस्यापीदमुपलक्षणं, न हि शुभभावे प्रावृषेण्यघनाघनसलिलवर्षसमाने समुल्लसति कारीषाग्निनिचयसोदरोऽपि विघ्नसन्तानः स्थातुमुत्पत्तुं वा समुत्सहते ॥४७॥
चन्द्र. - ननु शुभाध्यवसायात् कार्यप्रारंभप्रतिबंधकस्य कर्मणः क्षयो भवति । ततश्च कार्यप्रारंभो भवति। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૬