________________
પ્રસ્ત
એ પુસ્તક બહાર પડવાના અંતરગાળે જે પ્રશ્નો-ટીકા-ચર્ચો ઉપસ્થિત થઈ હાય છે તેમાંથી મુખ્યના ખુલાસા આપવાના રીવાજ અત્યારસુધી રાખ્યા છે. પરંતુ પુસ્તકને અંતે એક સ્વતંત્ર વિભાગે જ આ સર્વ પ્રશ્નોનું દિગ્દર્શન કરેલું હાવાથી, આ પુસ્તકે ઉપરના નિયમના ભંગ થયેલ દેખાશે.
પ્રસ્તાવના
હવે આ પાંચમા ભાગના દેહ વિશે બે શબ્દો કહીશું.
અમારી એમ માન્યતા છે કે, આંધ્રવંશના ઇતિહાસ મેળવવા હજી સુધી જોઈ એ તેટલા પ્રયત્ન કરાયેા જ નથી એટલે સ્વાભાવિક છે કે, તે વંશની સ્વતંત્ર હકીકત આ પુસ્તકમાં રજુ કરાયલી છે તે પ્રમાણમાં અદ્યપિ કયાંય પ્રગટ થયેલી નજરે પડશે નહીં. આ અભિપ્રાય વ્યક્ત કરી અમે ગર્વ ધારણ કરવા માંગતા નથી પણ વિદ્વાનાનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે, ઉત્તરહિંદના ઇતિહાસના અધાર ઉકેલવામાં અત્યાર સુધી જેમ પરિશ્રમ તેઓએ ઉડાવ્યેા છે, તેમ હવે પછી દક્ષિણહિંદના ઇતિહાસના ઉકેલમાં પણ તેમના પરિશ્રમના પ્રવાહે-ધાય વાળતા રહે; પરિણામે સકળ ભારતદેશના ઇતિહાસ જાણવાનું ભારતમાળāાને સદ્ભાગ્ય પ્રાપ્ત થાય.
આંધ્રપ્રજાના ઇતિહાસ માટે આખા ચે અગિયારમા ખંડ સ્વતંત્રપણે રાયો છે. તેના ચૌદ પરિચ્છેદ પાડ્યા છે. પ્રથમના ચાર પરિચ્છેદમાં તેમનાં, જાતિ, કુળ, ઉત્પત્તિ, વંશ, સમય, સંખ્યા, નામાવળી, અનુક્રમ, ઉપનામેા-બિરૂદ્દો ઇ. ઇ.ની પ્રાથમિક સમજૂતિ
આપવામાં આવી છે.
તે પછીના એમાં-પાંચમા અને છઠ્ઠામાં-જે જે શિલાલેખા આંધ્રપતિએ પેાતે કાતરાવ્યા છે અથવા કાઈ ને કાઈ રીતે તેમની સાથે સંબંધ ધરાવતા લાગ્યા છે તે તે સર્વે સંક્ષિપ્તમાં ઉતારીને, જરૂર લાગે તેટલી તેમની સમજૂતિ આપી છે. તે પછીના આઠ પરિચ્છેદ્યમાં –સાતથી ચૌદ સુધીમાં-ત્રીસે આંધ્રપતિઓનાં જીવનવૃત્તાંત જેટલાં શેાધી શકાયાં તેટલાં વર્ણવ્યાં છે. અને સૌથી છેવટે, પ્રશસ્તિમાં ઉપર જણાવ્યા પ્રમાણે “પ્રાચીન ભારતવર્ષનું” પ્રકાશન થવા માંડયું ત્યારથી, જે કાઈ ચર્ચા–ટીકા કે પ્રશ્નો ( રૂમરૂમાં, વૃત્તપત્રામાં અથવા તા પ્રકાશન રૂપે) ઉપસ્થિત થયા અમને જણાયા, તે સર્વેમાંથી મુખ્ય અને મહત્ત્વના હતા તેના ખુલાસા જોડવામાં આવ્યા છે. ધારૂં છું કે તેથી તે તે પ્રશ્નકારના મનનું સમાધાન થઈ જશે.
२