Book Title: Prabhavaka Sthaviro Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 16
________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી બનાવડાવીને અમદાવાદમાં ઉજમબાઇની ધર્મશાળામાં રખાવેલું તે એક ચિત્ર આજે ઉપલબધ છે. એ સમયે સાધુઓ ઓછા હતા અને ક્ષેત્રો ઘણાં હતાં એટલે તેઓએ ક્ષેત્રો વહેંચી લીધાં હતાં. મૂળચંદજી મહારાજ વિશેષતઃ અમદાવાદ કે એની આસપાસ વિચરતા. વૃદ્ધિચંદ્રજી સૌરાષ્ટ્રમાં ગોહિલવાડમાં વિચરતા. બુટેરાયજી મહારાજ પોતે અને આત્મારામજી મહારાજ પંજાબમાં વિચરતા. નીતિવિજયજીને સૂરત, ખાંતિવિજયજીને લાહોર, ગુણવિજયજી અને થોભણવિજયજીને ઝાલાવાડ તથા દાનવિજયજીને કચ્છ સંભાળવાનું સોંપવામાં આવ્યું હતું. મુક્તિવિજય ગણિ આચારપાલનમાં ઘણા ચુસ્ત હતા અને પોતાના શિષ્યો માટે પણ ઘણા કડક રહેતા. તેમની સંઘવ્યવસ્થા નમૂનારૂપ ગણાતી. તેમની પાસે સરસ કાર્યશક્તિ અને ત્વરિત નિર્ણય લેવાની સૂઝ હતી. તેમની અંતરંગ નીતિ અને બહિરંગ નીતિ પરસ્પર સુસંવાદી હતી. તેઓ શિષ્યોને અત્યંત વાત્સલ્યભાવથી રાખતા, પણ પ્રસંગે એટલા જ કડક થઈ શકતા. તેઓ પોતાના ગુરુ મહારાજની આજ્ઞા શિષ્યો પાસે બરાબર પળાવતા અને ન પાળે તો દંડ અથવા પ્રાયશ્ચિત્ત આપતા. તેમનો પ્રભાવ એટલો બધો હતો કે તેમના શિષ્યો કોઈ પણ સંઘમાં હોય અને કંઈ પ્રશ્ન ઊભો થાય અને સંઘના આગેવાનો માત્ર એટલું જ કહે, ‘ભલે, અમે એ બાબતમાં મૂળચંદજી મહારાજને લખીશું.’ તો પરિસ્થિતિ તરત બદલાઈ જતી. તેમના એક શિષ્ય ઉત્તમવિજયે એક નાના છોકરાની મશ્કરી કરી અને છોકરાએ મહારાજને લાત મારી, તો ભાષા-સમિતિ ન સાચવવા માટે એમને મૂળચંદજી મહારાજે અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેવી જ રીતે દંડાસણ ન વાપરવાને કારણે એક શિષ્યને કૂતરું કરડ્યું તો તેમને પણ અઠ્ઠમનો દંડ આપ્યો હતો. મુનિ ભક્તિવિજય પોતાની સંસારી પત્ની માટે કડવા શબ્દો, ના પાડવા છતાં બોલ્યા તો તેમને ઉપાશ્રયની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરી. તેઓ ઉજમબાઇના ઉપાશ્રયેથી હઠીભાઈની વાડીના ઉપાશ્રયે ગયા. ત્યાં તેમને પોતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો અને જ્યાં સુધી મૂળચંદજી મહારાજ પોતાને પાછા ન બોલાવે અને એમનાં દર્શન ન થાય ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ કર્યો. એમ ચાર ઉપવાસ થયા ત્યારે શેઠ ધોળશાજીને ખબર પડી તો Jain Education International ૫ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 664