________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપોદુઘાત
,
આ કળિકાળ જેમના પુનિત પ્રતાપે આપણા માટે ધર્મકાળ બની ગયો એવા યુગઋષ્ટા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીએ તપોભૂમિ – તીર્થધામ સુવર્ણપુરીમાં ૪૫-૪૫ વર્ષ સુધી અધ્યાત્મ-ઉપદેશની જે ગંગા વહાવી છે તેમાં સ્નાન કરીને હજારો-લાખો મુમુક્ષુઓ પાવન થાય છે. તે અધ્યાત્મ-ઉપદેશનો મૂળ ધ્વનિ એ હતો કે -
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો-કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતાં હતાં કે “તું પરમાત્મા છો એમ નકી કર.”
સીમંધર પરમાત્માની ધર્મસભામાં પરમેશ્વરસ્વરૂપ આત્માનો અનંત મહિમા સાંભળીને, વિદેહથી અત્રે સીધા પધારીને અને સ્વયં નિજપરમાત્માનો અનુભવ કરીને, પૂજ્ય ગુરુદેવશ્રી પણ હંમેશા આત્માની પરમેશ્વરતાના જ ગુણગાન ગાતાં હતા અને હજારો-લાખો શ્રોતાઓ અહોભાવયુક્ત જિજ્ઞાસુપણે મંત્રમુગ્ધ બનીને તેઓશ્રીની વાણી સાંભળતાં હતા.
પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને સૌને ખૂબ ભારપૂર્વક એ વાત સમજાવી છે કે મુમુક્ષુ ભૂમિકામાં પણ પરમાગમોમાં આત્માની પરમેશ્વરતાના જે કથનો આવે છે તે વાંચતાં – સાંભળતાં જિજ્ઞાસુનું હૃદય ઉછળી જવું જોઇએ, પોતાની પારમેશ્વરી શક્તિનું જીવને અચિંત્ય માહાભ્ય આવવું જોઈએ, પોતાની શક્તિઓની વાત સાંભળતાં તેને આશ્ચર્ય થવું જોઇએ અને તેનો ઊંડો વિશ્વાસ જાગૃત કરવો જોઇએ. “આ તો શક્તિ અપેક્ષાએ વાત છે” એમ કરીને આવ્યક્તિપણે પણ પોતાના પરમેશ્વરપણાની વાત ઢીલી કરવા જેવી નથી, કારણ કે શક્તિ એ જ આત્માનું મૂળ તત્ત્વ અને સત્ત્વ છે. મુમુક્ષુને પોતાનાં વિચારમાં અને રુચિમાં તેવું જ વજન અને મુખ્યતા રહેવી જોઇએ.
પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભવ-માર્ગ-પ્રકાશક વાણીનું શ્રવણ કરતાં, ઘણાં વર્ષ પહેલાં એક સરળ પ્રતિષ્ઠિત મોટા પંડિતે પૂજ્ય ગુરુદેવશ્રી સમક્ષ પોતાની ભૂલ ખુલ્લી કરતાં કહ્યું હતું કે “શાસ્ત્રોમાં નિશ્ચયની વાત ક્યાં આવે ત્યાં અમે, આ તો નિશ્ચયની વાત છે – એમ સાધારણ ગણીને કાઢી નાખતાં અને જ્યાં વ્યવહારની વાત આવે ત્યાં અમે તેનું ગળું પકડતાં.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com