________________
પૂ. ગચ્છાધિપતિશ્રીએ ઉપબૃહણા પૂર્વક કરેલી
પ્રેરણા, વિદ્વદ્રર્ય પૂ. પંન્યાસપ્રવર શ્રી અજિતશેખરવિજયજી મ.સા. એ સંપૂર્ણ મેટર તપાસીને લખી આપેલી પ્રસ્તાવના, તથા વિદ્વાન પૂ. પંન્યાસપ્રવર શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. એ આ પુસ્તક વાંચન માટેનું ઉત્સુકતાજનક ‘પાપરક્ષાનો અક્સીર ઇલાજ: પાપકંપ માર્મિક લખાણ કરી આપવા દ્વારા આ પુસ્તકની આદયના વધારી છે, તે બદલ હું વિશેષ ઉપકૃત કરાયો છું, તેમજ પૂ. બાપજી મ.સા. ના સમુદાયના પૂ.આ.ભ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. એ આ મહાકાય ગ્રંથના કરેલા ગુજરાતી અનુવાદમાંથી પાપ સ્થાનકનો વિભાગ ઉદ્ધત કરીને સુધારા વધારા સાથે અત્રે પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તે મહાત્માનું સાભાર સ્મરણ કરીને વિરામ પામતા પૂર્વે શ્રમણશ્રમણીગણ એવં પ્રાકૃતના જ્ઞાતા, પંડિત, શ્રાવકો, વિદ્વાન વર્ગ, જિજ્ઞાસુવર્ગ આ પુસ્તકનો ભરપૂર ઉપયોગ કરે તેવી સંભાવના.
જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્....
-પંન્યાસ પ્રશાંતવલ્લભવિજય ગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org