Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________ જ્ઞાળoળો મહિમા नाणं चक्खू नाणं पईवओ नाणमेव दिणनाहो / तिहुयणतिमिसगुहाए, पगासरयणं परं नाणं / / 7797 / / જ્ઞાન ચક્ષુ છે, દીપક છે, સૂર્ય છે અને ત્રણ ભુવનરૂપી તમિસ્રા ગુફામાં પ્રકાશ કરનારુ શ્રેષ્ઠ (કાકીણી) રત્ન છે. सुइ जहा असुत्ता, नासइ पडिया कयारमज्झम्मि / पुरिसो वि तह असुत्तो, नासइ संसारगहणम्मि / / 7806 / / (કચરાના) ઢગલામાં પડેલી દોરા વિનાની સોય ખોવાઇ જાય છે, તેમ સંસાર રૂપી અટવીમાં જ્ઞાનરહિત પુરૂષ પણ નાશ પામે છે. पावाउ विणिवित्ती, तहा पवित्ती य कुसलधम्मस्स / विणयस्स य पडिवित्ती, तिन्नि वि नाणस्स कज्जाइं / / 7817 / / પાપથી નિવૃત્તિ, કુશળ ધર્મમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિજ્ઞાનના આ ત્રણ મુખ્ય કાર્યો-ફળો છે. भदं बहुस्सुयाणं, सव्वत्थेसु परिपुच्छणिज्जाणं / नाणेणुज्जोयकरा, जे सिद्धिगएसु वि जिणेसु / / 7836 / / સર્વ વિષયોમાં વારંવાર પૂછવાયોગ્ય (તે) બહુશ્રુતોનું કલ્યાણ થાઓ કે જેઓ શ્રી જિનેશ્વરી સિદ્ધિ પામ્યા છતાં જ્ઞાનથી (વિશ્વમાં) પ્રકાશ કરે છે. नाणुज्जोएण विणा जो इच्छइ मोक्खमग्गमुवगंतुं / गंतुं कडिल्लमिच्छड़ जम्मंऽधो इव वरागो सो / / 7850 / / જ્ઞાનપ્રકાશ વિના જે મોક્ષમાર્ગ પર ચાલવા ઇચ્છે છે તે બિચારો જન્માંધ ભયંકર અટવીમાં જવા ઇચ્છે , તેના જેવો છે. (શ્રી સંવેગરંગશાળા ગ્રંથ) RAJU 251498 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Page Navigation
1 ... 126 127 128