Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ સંવેદનાત્મક વર્ણન અભુત કોટીનું કર્યુ છે. આરાધના માટે મુખ્ય ૪ દ્વારનું વર્ણન અને તેમાં અનેક પેટા દ્વારના ઉલ્લેખ દ્વારા આરાધના માટેનું સ્પષ્ટ સુગમ-પદ્ધતિસરનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૪ દ્વાર પૈકી ૪થા સમાધિલાભ દ્વારના પેટા દ્વારમાં સૌ પ્રથમ ૧૮ પાપસ્થાનકોનું સદષ્ટાંત વિશદવર્ણન કરવામાં આવ્યું છે, જેના વાંચનમનન દ્વારા પાપભય-પાપ જુગુપ્સા-પાપત્યાગની ભાવનાનું સહજ પ્રગટીકરણ થઇ શકે તેમ હોવાથી ગ્રંથ અંતર્ગત આ ૧૮ પાપસ્થાનકનો નાનકડો વિભાગ અલગ તારવી લેવા પૂ. ગચ્છાધિપતિશ્રીએ પ્રેરણા કરી. ઉદારમના-આત્મહિતેચ્છુ એ મહાપુરૂષની પ્રેરણા પામીને આ વિભાગ જુદો તારવીને અત્રે ભાષાંતર સહિત પુસ્તક રૂપે પ્રકાશિત થઇ રહ્યો છે. તદુપરાંત આ પુસ્તકમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ૧૮ પાપસ્થાનકની સજઝાયોનો પણ સમાવેશ કરેલ છે. આના વાંચન બાદ સંવેગ રંગશાળા ગ્રંથનું સંપૂર્ણ વાંચન કરવાની અદમ્ય ભાવના પ્રગટ થશે તેવી શ્રદ્ધા સાથે.... આ ગ્રંથ આગમો-યોગશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોના દોહનરૂપ છે, અર્થાત્ આગમ-યોગ-અધ્યાત્મ આ ત્રણેય પ્રક્રિયાનો સુમેળ સધાયો છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા, સમરાઇચ કહાની જેમ આ ગ્રંથ પણ ચતુર્વિધ સંઘની આરાધનામાં ઉપકારક બની શકે તેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128