Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૦૦
(૧૦) રાગ પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કોઇ ન પામ્યો તેહનો તાગ રે; રાગે વાહ્યા હરિ હર બ્રહ્મા રે, રાચે નાચે કરે અચંભા રે.
પાપ પડલ પરિહરો
રાગકેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેહનાં છોરું ઇંદ્રિય પંચ રે, તેહનો કીધો એ સકળ પ્રપંચ રે. જેહ સદાગમવશ હુઇ જાશે રે, અપ્રમત્તતા શિખરે ઠાશે રે; ચરણધર્મ નૃપ શૈલ વિવેકે રે, તેહશું ન ચલે રાગે ટેકે રે.
બીજા તો સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે નડિયા તે નર ખૂતા રે, નરક નિગોદ મહાદુઃખ જૂતા રે. રાગહરણ તપ જપ શ્રુત દાખ્યા રે, તેહથી પણ જેણે ભવફળ ચાખ્યા રે; તેહનો કોઇ ન છે પ્રતિકારો રે, અમીય વિષ હોય ત્યાં શો ચારો રે ?
તપબળ છૂટચા તરણું તાણી રે, કંચન કોડી અષાઢભૂતિ નાણી રે; નંદિષેણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે. બાવીશ જિન પણ રહ્યા ધરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે; વજબંધ પણ જસ બળ તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે.
દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ધણ કુટત એ સવિ દુઃખ સહેવું રે; અતિ ઘણું રાતી જો છે મજીઠ રે, રાગતણો ગુણ એહ જ દીઠ રે. રાગ ન કરજો કોઇ ન કોઇશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશે રે; મણિ જેમ ફણિવિષનું તેમ તેહો રે, રાગનું ભેષજ સુજશ સનેહો રે.
Jain Education International
For Private & Personal Use Only
11911
||૨||
11311
||૪||
11411
।૦૬।।
||૭||
11611
le!
www.jainelibrary.org

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128