Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 123
________________ ૧૦૬ પાપ પડલ પરિહરો (૧૬) પરનિંદા પાપસ્થાનકની સઝાય સુંદર ! પાપસ્થાનક તજો સોળમું, પરનિંદા અસરાળ હો; સુંદર ! નિંદક જે મુખરી' હોવે, તે ચોથો ચંડાળ હો. સુંદર ! પાપ૦ |૧| સુંદર ! જેહને નિંદાનો ઢાળ છે, તપ કિરિયા તસ ફોક હો; સુંદર ! દેવ કિલ્બિષક તે ઉપજે, એ ફળ રોકારો હતો. સુંદર ! પાપ તારા સુંદર ! ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાનતણું અહંકાર હો; સુંદર ! પરનિંદા કિરિયાતણું, વમન અજીર્ણ આહાર હો. સુંદર ! પાપ૦ ૩.! સુંદર ! નિંદાનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નંદ હો; સુંદર ! નામ ધરી જે નિંદા કરે, તેહ મહામતિમંદ હો. સુંદર ! પા૫૦ ૪ સુંદર ! રૂપ ન કોઇનું ધારીએ, દાખીએ નિજ નિજ રંગ હો; સુંદર ! તેમાં કાંઇ નિંદા નહીં, બોલે બીજું અંગ હો. સુંદર ! પાપ૦પાપા સુંદર ! એહ કુશળણી ઇમ કહે, કોપ હુએ જેહ ભાખ હો; સુંદર ! તેહ વચન છે નિંદાતણું, દશવૈકાલિક શાખ હો. સુંદર ! પા૫૦ ૬ સુંદર ! દોષ નજરથી નિંદા હુવે, ગુણ નજરે હુવે રાગ હો; સુંદર ! જગ સવિ ચાલે માદળ મઢયો, સર્વ ગુણી વીતરાગ હો. સુંદર !પાપ પાછા સુંદર ! નિજમુખ કનક કચોળડે, નિંદક પરમળ લેય હો; સુંદર ! જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોય હો. સુંદર ! પાપ પાટા સુંદર ! પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો; સુંદર ! પાપકર્મ ઇમ સવિ ટળે, પામે શુભ જશ હર્ષ હો. સુંદર ! પા૫૦ ૯TI ૧. વાચાળ ૨. ચાર ચંડાલ : A. જાતિ ચંડાળ-ચંડાળની જાતિમાં જન્મેલો. B. કર્મ ચંડાળ-ચંડાળ જેવા મહાક્રૂર કાર્ય કરનાર. C. ક્રોધી ચંડાળ-ક્રોધાવેશમાં ન કરવાના કાર્યો કરનાર. D. નિંદક ચંડાલ- અન્યના અવર્ણવાદ બોલી સ્વાત્માને પાપથી ભારે બનાવનાર. ૩. રોકડું- પ્રત્યક્ષ ૪. સૂયગડાંગ સૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128