Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 114
________________ ૯૭ (૭) માન પાપસ્થાનક સજ્ઝાય પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત શિરતાજ' એ; આઠ શિખર ગિરિરાજતણાં આડાં વળે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટળે ? પ્રજ્ઞામદ તપમદ વળી ગોત્રમદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગીકર્યા; ક્ષયોપશમ અનુસારે જો એ ગુણ વહે, શ્યો મદ ક૨વો એહમાં નિર્મદ સુખ લહે ? ઉચ્ચભાવ ઢગ્દોષ મદજ્વ૨ આક૨ો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો; પૂર્વપુરૂષ-સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન' શિવસાધન નવું. માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હિર આવી એરાવણે; થૂલિભદ્ર શ્રુતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય શ્રુત તપ શીલ °ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનનો ભંજક હોયે ભવોભવે; લુંપક છેક વિવેકનયણનો માન છે, એહ જે છાંડે તાસ ન દુ:ખ રહે પછે. માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્મદ ચક્રી સેવક દોય મુનિ સમ· કહ્યા; સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવળ ધરે, પરમ સુજસ રામા તસ આલિંગન કરે. Jain Education International પાપ પડલ પરિહરો For Private & Personal Use Only ||૧|| ||૨|| ||૩|| ||૪|| 11411 હાથી ૧. પાપના મસ્તક પર મુગટ સમાન. ૨. નિર્મળ પ્રકાશ. ૩. તીર્થંક૨. ૪. ૫. પવિત્ર ૬. દશાર્ણભદ્રનું ૭. ધર્મ-અર્થ-કામ. ૮. સરખા ૯. શુકલ. ।૦૬।। www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128