Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 11
________________ નવકાર મંત્ર નિર્માણ થઈ રહી છે, જે આવતી કાલે ઊઘડીને પ્રગટ થશે તે વાત તમારું આભામંડળ અગાઉથી કહી શકે છે. મંત્ર આભામંડળને બદલવાની મૂળભૂત પ્રક્રિયા છે. તમારી આસપાસનાં વિદ્યુતક્ષેત્રને બદલવા માટે મંત્રનો ઉપયોગ છે. દરેક ધર્મ પાસે પોતાનો આગવો મંત્ર છે. જૈન પરંપરા પાસે આવો નમોકાર મંત્ર છે આશ્ચર્યકારક ઉદ્દઘોષણા છે. “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, સર્વ પાપોનો નાશ કરે એવો મહામંત્ર છે. આ કાંઈ સાચું હોય એવું લાગતું નથી. નમોકારથી પાપ નાશ કેવી રીતે થઈ જાય? નમોકારથી સીધાં પાપ નાશ થઈ જાય છે એવું નથી. પરંતુ નમોકારથી તમારી આસપાસનું વિધુતક્ષેત્ર બદલાય છે, રૂપાંતરતિ થાય છે, જેને કારણે પાપ કરવાનું અસંભવ બની જાય છે. કારણકે પાપકરવા માટે તમારી પાસે એક ખાસ પ્રકારનું આભામંડળ જોઈએ. આ મંત્રને આપણે સીધે સીધો સાંભળીએ, તો એમ થાય કે આવો મંત્ર, પાપોનો નાશ કેવી રીતે કરી શકે? કોઈ એક ચોર નમોકાર મંત્રનું રટણ કરે તો શું થાય? કોઈ હત્યા કરનાર આ મંત્રનું રટણ કરે તો તેથી શું થાય? કેવી રીતે પાપનો નાશ થાય? તમે પાપ કરો છો તે પહેલાં, તમારામાં એક વિશેષ પ્રકારનું આભામંડળ નિર્મિત થાય છે. અને એટલે જ તમે પાપ કરી શકો છો, એવું આભામંડળ તમારામાં હયાત ન હોય તો તમે પાપ ન કરી શકો માટે તમારા આભામંડળને જ અગાઉથી રૂપાંતરિત કરી દેવાયું હોય, નમોકારના મંત્રજાપથી તો તમારા માટે પાપકરવાનું અશક્ય થઈ જશે. તો આ નમોકારમંત્ર આભામંડળને કેવી રીતે બદલતું હશે? આ મંત્ર નમસ્કાર, નમનનો ભાવ જગાડે છે. નમનનો અર્થ છે સમર્પણ. એ માત્ર શાબ્દિક ઉચ્ચાર નથી, પરંતુ એ એક જાગ્રત ભાવ છે. નમો અરિહંતાણં, હું અરિહંતોને નમસ્કાર કરું છું. એ માત્ર શાબ્દિક નહીં, પણ તમારા પ્રાણનો સઘન થયેલો ભાવ છે, અરિહંતોને નમસ્કાર કરું છું એનો એવો અર્થ છે કે જેઓએ જાણ્યું છે, તેમનાં ચરણોમાં, મારું મસ્તક મૂકું છું; જેઓ શિખર પર પહોચી ગયા છે તેમનાં ચરણોમાં હું સમર્પિત થઈ જાઉં છું; જેઓને પ્રાપ્ત થઈ ગયું છે, તેમના દરવાજા પર યાચક બનીને ઊભા રહેવા હું તૈયાર છું. કિરિલિયાન ફોટોગ્રાફીએ ભૌતિક રીતે એ બતાવવાની કોશિશ કરી છે કે જ્યારે તમારી અંદર ભાવ બદલાતા હોય છે ત્યારે તમારી આસપાસનું આભામંડળ પણ બદલાતું હોય છે. હવે તો એનો ફોટોગ્રાફ તમારી સામે હાજરાહજૂર છે. જ્યારે તમે ચોરી કરવાનો વિચાર કરતા હો છો ત્યારે તમારું આભામંડળ કોઈ જૂદા જ પ્રકારનું ઉદાસ, રોગી, ખૂની રંગોથી ભરેલું બની જાય છે. જ્યારે તમે કોઈ પડી ગયેલા માણસને ઉઠાડવાની કોશિશ કરો છો ત્યારે તમારા આભામંડળના રંગતરત જ બદલાઈ જાય છે. આજથી ચાલીસ વર્ષ પહેલાં અમેરિકામાં એડગર કાયેસી નામે એક મોટો પ્રોફેટ-રહસ્યદર્શી થઈ ગયો. એ અમેરિકાનો “ઊંઘતો રહસ્યદર્શી' (sleeping prophet) કહેવાતો. એ સમાધિ જેવી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 210