Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 10
________________ નમો અરિહંતાણમ્ઃ મંત્ર જાય છે. કોઇની હત્યા કરવાનો વિચાર કોઇ માનવી કરે છે ત્યારે એ હત્યાનાં લક્ષણો વિદ્યુતવર્તુળમાં દાખલ થવા લાગે છે. કોઇ વ્યક્તિ કોઇ બીજા પ્રત્યે કરુણાથી ભરાઇ જાય ત્યારે એનાં વિદ્યુતવર્તુળોમાં કરુણા પ્રવાહિત થવાનાં લક્ષણ પ્રગટ થાય છે. ૫ કિરિલિયાન કહે છે કે આપણે કેન્સર રોગ પર ત્યારે વિજય મેળવી શકીશું, જ્યારે કેન્સર શરીરમાં પ્રસરે તે પહેલાં, એના શરીરના વિદ્યુત ચિત્ર પરથી આપણે કેન્સરને ઓળખી શકીશું. એમાં હવે પ્રયોગોના વિસ્તારની જરૂર છે. દરેક મનુષ્ય પોતાની આસપાસ એક આભામંડળ લઇને ફરે છે. આપણે એકલા નથી ચાલતા, આપણું વિદ્યુતક્ષેત્ર (elctro-dynamic field) પણ આપણી સાથે ચાલે છે. આવું વિધુતક્ષેત્ર માત્ર માનવીની આસપાસ જ નહીં, પશુઓ અને વનસ્પતિની આસપાસ પણ હોય છે. રશિયન વૈજ્ઞાનિક એટલે સુધી કહે છે કે જીવ અને અજીવ વચ્ચે માત્ર એક જ તફાવત છે. જેની પાસે આભામંડળ છે તે જીવિત છે અને જેની આસપાસ આભામંડળ નથી તે મૃત છે. માણસ મરે છે તે પહેલાં એની આસપાસનું આભામંડળ ધીમે ધીમે મરવાનું શરૂ કરે છે. એક આશ્ચર્યકારક અને સંયોગની વાત એવી છે કે જ્યારે માનવી મરે છે, તે પછી એના આભામંડળને વિસર્જિત થતાં ત્રણ દિવસ લાગે છે. હજારો વર્ષથી મરણ પછીના ત્રીજા દિવસનું મોટું મૂલ્ય છે, કારણકે ખરું મૃત્યુ ત્રીજા દિવસે ઘટે છે. આ ત્રણ દિવસો દરમિયાન કોઇ વૈજ્ઞાનિક ઉપાય થકી રોગમુક્ત થવાય તો માનવીને સજીવન કરી શકાય ખરો. જ્યાં સુધી આભામંડળ તિરોહિત ન થાય ત્યાં સુધી જીવન સમાપ્ત નથી થતું. ગયા મહાયુદ્ધ વખતે રશિયામાં છ વ્યક્તિઓને હૃદયના ધબકારા બંધ થયા પછી પણ જીવિત કરી શકાઇ હતી. શરીરની ચારે બાજુ જ્યાં સુધી આભામંડળ જીવે છે ત્યાં સુધી કોઇ સુક્ષ્મ સ્તર પર માનવી જીવતો હોય છે અને તે પાછો જીવિત થઇ શકે છે. હજી સુધી એનો પાછા આવવા માટેનો સેતુ કાયમ છે. માનવી જેટલો વધુ જીવંત અને જાગ્રત હોય તેટલું વધુ ધનિષ્ટ એનું આભામંડળ હોય છે. મહાવીર, કૃષ્ણ, રામ કે જિસસના ચિત્રોમાં એમના મુખમંડળની આસપાસ,ચિત્રકારો જે આભામંડળનું નિર્માણ કરે છે તે માત્ર કલ્પના નથી. આવાં આભામંડળ જોઇ શકાય છે. આજ સુધી તો જે સંતો પાસે એક ઊંડી સૂક્ષ્મ દૃષ્ટિ હતી તે સંતો જ આભામંડળને જોઇ શકતા હતા. પરંતુ ૧૯૩૦ માં એક અંગ્રેજ વૈજ્ઞાનિકે એવી રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ કર્યું એક યંત્ર દ્વારા, કે જેની મદદથી કોઇના પણ આભામંડળને જોઇ શકાય. અહીં તમે બેઠા છો, તમારું દરેકનું આભામંડળ છે. જેમ તમારા અંગુઠાની છાપ અલગ છે તેમ દરેકનાં આભામંડળ પણ અલગ અલગ અને વ્યક્તિગત વિધુતક્ષેત્રોવાળાં છે. તમને જેની જાણ નથી તેવી તમારા વિશેની વાતો, તમારું આભામંડળ જ જાણે છે. ભવિષ્યમાં બનનાર ઘટનાઓ વિશે પણ તમારું આભામંડળ કહે છે. જે બાબતો તમારા ગહન અચેતનમાં, એક બીજની જેમ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210