Book Title: Namo Arihantanam Mantra Author(s): Osho Publisher: Upnishad Charitable Trust View full book textPage 8
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ધારો કે (એમ સમજવું જોઈએ) કાલે ત્રીજું વિશ્વયુદ્ધ-અણુયુધ્ધ થાય અને આખી માનવસંસ્કૃતિનો નાશ થઈ જાય, ત્યાર બાદ જે કોઈ થોડા માનવોના વંશજો બચ્યા હોય તેમની એવી એક યાદ જળવાઈ રહે કે વર્ષો પહેલાં માનવીઓ હવાઈજહાજમાં ઊડતા હતા. આ યાદ હજારો વર્ષટકી રહે, ને તે સમયનાં બાળકો આવી વાત પર હસે અને મજાક પણ કરે છે કે કેવું હવાઈ જહાજ? શેની તમે વાત કરો છો? લાગે છે આ બધી પુરાણ કથાઓ છે. જૈન તીર્થકરોનાં શરીરની ઊંચાઈ બહુ કાલ્પનિક લાગે છે. તેમાં મહાવીરની ઊંચાઈ માણસ જેવી લાગે છે, પરંતુ તે અગાઉના ત્રેવીસ તીર્થકરોનાં શરીરની ઊંચાઈ ઘણી વધારે હતી. વૈજ્ઞાનિકો કહે છે કે જેમ જેમ પૃથ્વી સંકોચાતી ગઈ તેમ તેમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વધતું ગયું. એવો નિયમ છે કે ગુરુત્વાકર્ષણ જેટલું વધુ થતું જાય તેમ લોકોની ઊંચાઈ ઘટતી જાય. આજે આપણા ઘરમાં છત પર ગરોળી ફરતી દેખાય છે તેનું કદ, દસ લાખ વર્ષ પહેલાં હાથી કરતાં પણ મોટા જાનવર જેવું હતું. એવાં મોટાં જાનવરની હયાતીનષ્ટ થઈ ગઈ. હવેનાનકડીગરોળી, એ જાતિમાં બચી છે. એટલા મોટાં જાનવર અચાનક ક્યાં અદશ્ય થઈ ગયા? હવે વૈજ્ઞાનિકો કહે છે કે જમીનના ગુરુત્વાકર્ષણમાં કોઈ રહસ્ય રહેલું લાગે છે? જેમ જેમ ગુરુત્વાકર્ષણ વધતું જશે, તેમ તેમ માનવીનું કદનાનું થતું જશે. જો ભવિષ્યમાં માનવી ચંદ્ર પર રહેવા લાગશે તો એનું કદ પૃથ્વીના માનવી કરતાં ચારગણું મોટું હશે, કારણકે ચંદ્ર કરતાં, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચારગણું છે. જો આપણે કોઈ એવા ગ્રહ અને તારા શોધી લઈએ કે જયાં ગુરુત્વાકર્ષણ હજુ પણ ઓછુ હોય તો ઉંચાઈ હજુ વધી શકે. જૈન પરંપરાએ નમોકારને મહામંત્ર કહ્યો છે. નમોકારની બરોબરીના, આ પૃથ્વી પર પાંચ-દસ મંત્રો છે. ખરેખર તો દરેક ધર્મ પાસે એક મહામંત્ર હોવો અનિવાર્ય છે, કારણ કે એવા મંત્રની આસપાસ જ એ ધર્મનું આખું ભવન નિર્માણ થાય છે. એવા મહામંત્રનો ઉપયોગ શું છે? એનાથી મળે છે શું?આજે ધ્વનિવિજ્ઞાન (SOUND-ELECTRONICS) નવાં તથ્યોનું ઉદ્દઘાટન કર્યું છે. એક એવું તથ્ય સાબિત થયું છે કે આજે આ જગતમાં પેદા થયેલો કોઈ પણ ધ્વનિનષ્ટ થતો નથી. અનંત આકાશમાં આ ધ્વનિનો સંગ્રહ થઈ જાય છે. આપણા આકાશમાં પણ ધ્વનિમુદ્રિત રેકોર્ડની જેમ, રેખાઓ અંકિત થઈ જાય છે. કોઈ સૂક્ષ્મ સપાટી પર ખાંચેદારરેખાઓ પડી જાય છે. રશિયામાં છેલ્લાં પંદર વર્ષોથી આ વિશે ઘણું સંશોધન થઈ રહ્યું છે. આ બાબતમાં બે ત્રણ વાત ખ્યાલમાં લેવા જેવી છે. રશિયન વૈજ્ઞાનિક કામિનિયેવે અને અમેરિકન વૈજ્ઞાનિક રુડોલ્ફ કરે, પ્રયોગો કરીને સાબિત કર્યું છે કે સભાવ અને મંગળકામનાઓથી ભરેલી કોઈ વ્યક્તિ જળથી ભરેલું પાત્ર, પોતાના હાથમાં રાખી, આંખો બંધ કરીને થોડી મિનિટ સુધી સદ્ભાવ, મંગળ આકાંક્ષાઓ અને ભાવનાઓ કરતી રહે તો એ પાત્રમાં ભરેલા જળમાં એક ગુણાત્મક પરિવર્તન આવે છે. એ જળમાં કોઈ રાસાયણિક પરિવર્તન થતું નથી. પરંતુ સદ્ભાવથી ભરેલા એ માનવીના હાથના સ્પર્શથી, જળમાં કોઈ એવાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210