Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 6
________________ ૧. નવકાર મંત્ર: દિવ્યલોકની ચાવી : મહાવીરની અપ્રતિમ ભેટ સવારે સૂર્યોદય થાય ત્યારે કોઈ પક્ષી, આકાશમાં ઊડતાં પહેલાં, પોતાની પાંખોને પોતાના માળા પર ફફડાવે, વિચાર કરે કે ઊડવાનું સાહસ કરું કે નહીં અથવા કોઈ નદી સાગરમાં સમાઈ જવા ટાણે, પોતાની ખોવાઈ જવાની પળે, જરા પાછું વળીને જુએ અને વિચાર કરે એકાદ ક્ષણ માટે, એજ રીતે મહાવીરની વાણીના ગુઢ્યાર્થમાં પ્રવેશતાં પહેલાં બે પળ વિચાર કરી લેવાની જરૂર છે. પર્વતોમાં જેમ હિમાલય છે અથવા શિખરોમાં ગૌરીશંકર છે તેમ વ્યક્તિઓમાં મહાવીર છે. ઊંચા છે ચઢાણ. જમીન પર ઊભા ઊભા પણ ગૌરીશંકરનું હિમાચ્છાદિત શિખર જોઈ શકાય છે. પરંતુ જેને શિખર પર પહોંચવા ચઢાણ આદરવાં છે અને શિખર પાસે પહોંચીને શિખરનું દર્શન કરવું છે તેને ઘણી મોટી તૈયારી કરવાની જરૂર છે. મહાવીરને દૂરથી પણ જોઈ શકાય છે, પરંતુ દૂરથી જે પરિચય થાય છે તે વાસ્તવિક પરિચય હોતો નથી. મહાવીરમાં તો છલાંગ લગાવીને જ વાસ્તવિક પરિચય મેળવી શકાય છે. એવી છલાંગ લેતાં પહેલાં થોડી જાણી લેવા જેવી વાતો તમને કહી દઉ. ઘણી વાર એમ બને છે કે આપણા હાથમાં નિષ્કર્ષ (Conclusions) રહી જાય છે, પરંતુ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં કરવી પડેલી પ્રક્રિયાઓની જાણકારી ખોવાઈ જાય છે. મંજિલની જાણકારી બચી જાય છે, ત્યાં પહોંચવાનો રસ્તો ભૂલાઈ જાય છે; શિખર તો દેખાયા કરે છે, પરંતુ ત્યાં પહોંચવાની પગદંડી જડતી નથી. એવું જ બન્યું છે નવકાર મંત્ર વિષે. નવકાર મંત્રતો નિષ્કર્ષ છે, જેનું પચીસસો વર્ષથી લોકો રટણ કર્યા કરે છે. એ તો શિખર છે, પરંતુ જે પગદંડી આ નવકાર મંત્રના શિખર પર પહોંચાડે, તે પગદંડીયારનીય ખોવાઈ ગઈ છે. નવકાર મંત્ર વિષે ચર્ચા કરતાં પહેલાં, એ પગદંડી પરનો થોડોરસ્તો સાફ કરવો જરૂરી છે. કારણકે જ્યાં સુધી પ્રક્રિયાની જાણકારી ન મળે ત્યાં સુધી, નિષ્કર્ષ વ્યર્થ છે. જ્યાં સુધી માર્ગન દેખાય ત્યાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210