Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 13
________________ પ્રવચન ૧ :૫ મારે ખાસ એ કહેવું છે કે તેઓ વ્યાખ્યાન હાલમાં મૌનપણે પ્રવેશ કરે. વાત કરતાં કરતાં ન આવે. મૌન ધારણ કરીને વ્યાખ્યાન સાંભળે. જતી વખતે પણ મૌન રાખે વાત કરતાં કરતાં જવાનું નહીં. શાન્તિથી, પૂર્ણ તિથી વ્યાખ્યાન સાભળે. તમારા નાનાં-નાનાં બાળકોને સાથે ન લાવે. જે બાળકે અહીં શાતિથી બેસી શકે એવાં ન હોય, તેવાં બાળકને સાથે ન લાવવા જોઈએ. વ્યાખ્યાન ચાલુ હોય અને એકદમ બાળકરવા માંડે ત્યારે વ્યાખ્યાનની ધારા તૂટી જાય છે. શ્રોતાઓનું ધ્યાન તૂટી જાય છે. બધા એ બાળકો તરફ જોવા માંડે છે.....વાતની મજા મારી જાય છે. આ “ધમબિંદુ' ગ્રંથમાં બહેને માટે પણ ઘણું ઉપયોગી વાતે બતાવવામાં આવી છે. હા, બહેનેની તમન્ના જોઈએ પિતાનાં જીવન સુધારવાની ! પણ “અમે તે સારાં જ છીએ...સુધરેલાં જ છીએ..ધાર્મિક છીએ...” આવું માનનારાઓને સુધારી શકાય નહિં. તમે લેકે સુધરેલા જ છે ને ? જરા તમારા અંતરાત્માને પૂછી જોજે. જે રોગી માણસ પિતાની જાતને નિરોગી માને, તેને નિગી ન બનાવી શકાય ! જો તમે તમારી જાતને સારી માનતા હશો તે હું તમને સારા નહીં બનાવી શકું ! તમને તમારી ભૂલનું, તમારા પાપનું ભાન હોવું જ જોઈએ. ભલે તમે અહીં સભામાં ઊભા થઈને તમારાં પાપે જાહેર ન કરે, પરંતુ તમને ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ છે જોઈએ તમારી ભૂલે ને ! તમારાં પાપને ! તમારી બુરાઈઓને ! તે આ ધર્મબિંદુ ગ્રન્થનું શ્રવણ તમારું અદભુત જીવનપરિવર્તન કરી શકશે. ગ્રંથકાર અને ટીકાકાર : આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થની રચના લોકાત્મક નથી કરી પરંતુ સુત્રાત્મક રચના કરી છે. જે રીતે મહાન આચાર્યદેવ શ્રી ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂવ”ની રચના કરી છે, તેવી રીતે હરિભદ્રસૂરિજીએ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 453