Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 11
________________ પ્રવચન-૧ દુર્દશા જોઈને, તેમને એ અવદશામાંથી મુક્ત કરવા, ધમતીથની સ્થાપના કરીને, જીને ધર્મને પ્રકાશ આપે છે. ધર્મને આવિષ્કાર જી પ્રત્યેની અસીમ કરુણામાંથી થયો છે. અને આવી જ કરુણાથી ધમતિના પ્રતિપ્રાદક ગ્રંથોનું સર્જન થાય છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ અવશ્ય કરૂણાવંત હોય છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના આ ધર્મશાસનમાં આવા અનેક કરૂણાવાન જ્ઞાની મહાપુરુષ થયા છે. સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી એવા જ એક કરુણાવંત જ્ઞાની મહાપુરુષ હતા. આ દયાળુ જ્ઞાની મહર્ષિએ પિતાના જીવનકાળ દરમ્યાન ૧૪૪૪ ગ્રંથની રચના કરી હતી. આજે તે બધા-૧૪૪૪ 2 થે ઉપલબ્ધ નથી, પરંતુ જે ગ્રંથે ઉપલબ્ધ છે તે બધા અપૂર્વ અને અદ્ભુત છે. “ધમંબિન્દુ” નામને ગ્રથ એ આ મહાપુરુષની રચના છે, કે જેને તમે આ ચાતુર્માસ કાળમાં સાંભળશે ! આ “ધર્મબિન્દુ ગ્રંથ જીવનને ઉમદા અને ઉચ્ચ બનાવવા માટે અત્યુત્તમ ગ્રંથ છે. તમે જે તમારૂં નૈતિક અને ધાર્મિક ઉત્થાન કરવા ઇચ્છતા હે, વ્યવહારશુદ્ધિ કરવા માગતા હો તે આ ગ્રંથ તમને સમુચિત, સચેટ અને સુંદર માર્ગદર્શન આપે છે. ભલે આ ગ્રંથ સેંકડો વર્ષ અગાઉ લખા હોય તે પણ આજે ય, આજના માનવ માટે તે એટલે જ ઉપાગી છે, એટલે તે કાળમાં હતે. બલકે આજના કાળમાં તે તે વધુ ઉપયેગી બને તેમ છે. ત્રણ મહત્વની સૂચનાઓ : હા, એક વાત કહી દઉં છું આજે. તમારે આ પ્રવચને નિયમિત સાંભળવા જોઈએ. બે દિવસ સાંભળો અને બે દિવસ ન સાંભળો, એમ ન કરશે. નિયમિત સાંભળવાથી સમગ્ર વિષયનું જ્ઞાન થશે. જે અર્થમાં અને જે સંદર્ભમાં હું વાત કરીશ તે અર્થમાં અને તે સંદર્ભમાં તમને તે સમજાશે. નહીંતર ગડબડ થઈ જશે ! હું કહીશ કંઈક અને તમે સમજશે કંઈક બીજું !

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 453