________________
૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
તે ત્યાં પણ રાગ અને દ્વેષનું ભયાનક તાંડવનૃત્ય જ ચાલતું હોય છે. મહુ-અજ્ઞાનના જ ત્યાં બેફામ નગ્ન નાચ થતા હોય છે.
રહ્યું હવે માનવ જીવન! માનવ-ભવમાં જન્મ મળ્યા બાદ જીવને સંસ્કારી કુટુંબમાં જન્મ થયે હેય, સદ્દગુરુને સમાગમ થયે હેય તે તે જ્ઞાનને પ્રકાશ મળી જાય. નહિ તે જ્ઞાન વિનાનું-સમ્યગજ્ઞાન વિનાનું માનવજીવન પણ વ્યર્થ ! જીવનમાં સમ્યફ સંસ્કાર ન હોય, ધર્મનું આચરણ ન હોય, હૈયે માનવતાની
હેક ન હોય તે સંસ્કારહીન, ધર્મહીન એવા માનવજીવનનું મૂલ્ય શું ? આવા તે કરોડો માણસ નરક અને તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે, સંસારમાં સુખની શોધ છોડે ?
સારા ય સંસાર દુખમય છે. કયારેક કે ગતિમાં સહેજ અમસ્તુ સુખ જણાય છે તે અંતે તેને સરવાળો દુખમાં જ આવે છે! એકસરખું અને શાશ્વત સુખ સંસારમાં છે જ નહિ, આથી જ સંસારમાં સુખની શોધ છેડી દેવી જોઈએ.
દુખથી ભરપુર, વેદનાથી લદબદ અને ત્રાસના ડુંગરાથી લદાયેલા આ સંસારમાં પણ ઉત્તમ આત્માઓ જન્મે છે. આત્મા જેમ જેમ કર્મોના બંધનથી મુક્ત થાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ ખુલતા જાય છે. જ્ઞાનના પ્રકાશમાં આત્મા ખૂદ પિતાને જુવે છે. કર્મોના બંધનમાં સર્જાયેલી પિતાની દુર્દશા જોઈ તેને અસહ્ય વેદના થાય છે, અને કર્મબંધનોને ફગાવી દેવા તે જાગ્રત બને છે, જ્ઞાનના પ્રકાશમાં જ આત્માને કર્મના બંધનેને તેડવાને ઉપાય દેખાય છે. આ ઉપાય જ ધર્મ છે. આત્મા આ ધર્મપુરુષાર્થથી કમબંધને તેડીને મુક્ત બને છે. ધમ બિન્દુ' ગ્રંથની ઉપચોગિતા ?
પરમ કરુણવંત અને અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા સંસારની અને આ સંસારમાં ભમતા-ભટકતા જીવોની દયનીય