________________
૧૬
મમત્વને અવકાશ જ ન રહે. સમ્યકત્વના પરિણામને પામેલે જીવ, કર્મોદયના પરિણામે સંસારમાં રહેતા હોવા છતાં અને ભેગાવલીના ઉદયે ભેગેને ભગવતે છતાં, અંતરથી લેપાત નથી. વંદિતા સૂત્રની એક ગાથામાં પણ કહેવામાં આવ્યું છે કે, સમ્યફષ્ટિ જીવ તીવ્રપણે રચીમાચીને પાપ આચરનારે હોતો નથી, તેથી તેને અપકર્મને બંધ પડે છે. મન:શુદ્ધિ થયા વિના સમ્યક્ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી,
મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં પણ કહ્યું છે કે મનની શુદ્ધિ એ તે ન બુઝાય તેવી મોક્ષ માર્ગને દેખાડનારી સાક્ષાત દીપિકા છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યના એક કલેકને ટાંકી મહારાજશ્રીએ સમજાવ્યું છે કે, મેક્ષિપદની ઈચ્છા રાખનારા દરેક મુમુક્ષુએ, અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે, મનની શુદ્ધિ વિના તપ, જપ, યમ નિયમાદિનું જે પાલન છે તે કેવળ દેહને દંડ આપવા રૂપ છે. તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ નિરા વ્રતી અર્થાત જે શલ્ય વિનાને હોય તે જ વ્રતી સંભવે છે, એમ કહ્યું છે. - મનને વશ કરવાના ઉપાય પર મહારાજશ્રીએ સુંદર અને વિદ્વત્તા પૂર્ણ વિવેચન કર્યું છે. મન અતિચંચળ છે એટલું જ નહિ, પણ ઉન્મત્ત અને અતિ બળવત્તર છે. મનને નિગ્રહ કરવાનું કાર્ય વાયુનાં નિગ્રહ કરતાં પણ દુષ્કર જણાય છે. મહારાજશ્રીએ મનને વશ કરવાના માર્ગો બતાવતાં કહ્યું છે કે “વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણી એવી હોય કે સામે માણસ પાણી થઈ જાય. પ્રત્યુત્તર વાળવાની શૈલી એવી હોય કે ગમે તે એકકડ મીણસ એક વાર ન બની જાય અભ્યાસ અને વૈરાગ્યના