________________
ર
આચાર્યશ્રી વિજયનંદિઘોષ
સૂરીશ્વરજી
જૈનદર્શનમાં પરમાણુ-વિજ્ઞાન
એક રીતે તો વિજ્ઞાન અને અધ્યાત્મ, બંને એક સિક્કાની જ બે બાજુ છે. છતાં એક વાત સ્પષ્ટ રીતે ખ્યાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ કે અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે. અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત અને વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નોના અંતે પણ આ વિશ્વના સંચાલક બળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદશ્ય સત્તાનો સ્વીકાર કરે છે.
આ જ કારણે ભૂતકાળના ડૉ. આઇન્સ્ટાઇન, ડૉ. પેનહાઇમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાન કાળના ડૉ. અબદુસ્સલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
તેમની શ્રદ્ધા કોઈ એક ધર્મ કે સંપ્રદાયગત હોતી નથી. એટલે કે અંધશ્રદ્ધા નહિ પણ વિશાળ અર્થમાં ધર્મ ઉપરની બુદ્ધિજનિત નિષ્પક્ષ શ્રદ્ધા હોય છે અને સત્યનો સ્વીકાર એ આવી શ્રદ્ધાનું અગત્યનું લક્ષણ