Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
આટઆટલી શ્રદ્ધા, ભકિત તથા બહુમાન જે મહાપુરૂષના આ ‘લિલતવિસ્તરા' ગ્રંથરત્નને વાંચી-વિચારી ને મનન-ચિંતન, અવગાહન કરી પૂ. સિદ્ધર્ષિ મહાત્માને પોતાના નિર્મલ હ્રદયમાં જાગૃત થયાં તે લલિતવિસ્તરાનો ઉપકાર જૈન શાસનમાં ખરેખર મહાન ને લોકોત્તર છે.
ત્રિલોકનાથ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેના ભકિતભાવને જાગૃત કરવાને માટે ને જે ભવ્યજીવોના હર્ષ પુલકિત હૃદયમાં ભિકતભાવ જાગૃત થયો હોય તેને સ્થિર કરી તેની વૃદ્ધિ કરવા માટે આ ગ્રંથરત્નનું સામર્થ્ય વચનાતીત છે.આ ગ્રંથરત્ન જૈન શાસનનું સર્વસ્વ છે, જૈન દર્શનના રહસ્યને સમજવા માટે ખૂબ જ ઉપકારક ને માર્ગદર્શક છે. જો કે દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની પાસેથી ત્રિપદીને પામીને દ્વાદશાંગીની રચના કરનાર પરમ કૃપાસાગર શ્રી ગણધર ભગવંત જેવા બીજ બુદ્ધિને કોષ્ઠ બુદ્ધિના સ્વામી શ્રી ગણધર ભગવંતની રચનારૂપ ચૈત્યવંદન સૂત્રો જેવા ગંભીર સૂત્રો પર તેના રહસ્યને વિસ્તારનારી વૃત્તિ માટેનો પ્રયાસ કે પરિશ્રમ સંપૂર્ણ કદિ હોઈ શકે જ નહિ. છતાં પૂ.આચાર્ય ભગવંત જેવા સમર્થ વિદ્વાન દિગ્ગજ પંડિત ધર્મધુરંધર સૂરિપુરંદર અવશ્ય આ ચૈત્યવંદન સૂત્રની વૃત્તિની રચના માટેના સંપૂર્ણ અધિકારી છે.
પૂ. સૂરિપુરંદરની આ કૃતિ જૈન શાસનના લોકોત્તર માર્ગની પ્રભાવના માટે મહાન ઉપકારક છે. જૈન દર્શન પ્રત્યે સ્થિરતા, દ્રઢતા તેમજ આસ્તિકતા પ્રગટાવવા માટે દરેક રીતે સમર્થ આ વૃત્તિ સારાયે જૈન સિદ્ધાંત સાગરનું મંથન કરીને પ્રાપ્ત થયેલ અમૃતરૂપ છે. મિથ્યાવાસના, કુતર્કો અને અજ્ઞાનના અંધકારને દૂર કરી સમ્યગ્ ધર્મનો, સમ્યજ્ઞાનનો તથા સમ્યક્ શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા તેજસ્વી સહસ્ત્રરશ્મિ સમાન શિતશાલી છે.
પ્રસ્તુત પ્રકાશન ‘લલિતવિસ્તરા'ના વિષયોનું અવગાહન કરવા માટે દીપિકા સમાન મહાન ઉપકારી છે. લલિતવિસ્તરાના વિષયોને વિસ્તૃત કરી, વર્તમાન કાલીન ધર્મશીલ ચિંતક ને જિજ્ઞાસુ શ્રદ્ધાવાનૢ ભાવિકોના હિતની બુદ્ધિથી આ લલિતવિસ્તરા પર વિવેચનયુકત અનુવાદ વિદ્વાન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે લખેલ છે. આજ અગાઉ છ વર્ષ પૂર્વે આ વિવેચન યુકત અનુવાદ ગ્રંથનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયેલ હતો. ક્રા. ૧૬ પેજી ૬૩૪ પેજના તે વિશાલ ગ્રંથમાં અનુવાદક ને વિવેચનકાર વિદ્વાન પંન્યાસ પ્રવરશ્રીએ ખૂબજ પરિશ્રમપૂર્વક ‘નમુન્થુણં’ સુધીની વૃત્તિનો વિસ્તાર કર્યો હતો.
શક્રસ્તવ પરની વૃત્તિ પરના વિવેચન ગ્રંથ પ્રસ્તુત પ્રથમ ભાગમાં વિવેચક પંન્યાસજી મહારાજે સુંદર રીતે દરેક વિષયની છણાવટપૂર્વક સરલ ભાવવાહી ને તાત્ત્વિક શૈલીથી લલિતવિસ્તરાના વિષયોનો વિસ્તાર કરેલ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા પ્રૌઢ ને પ્રખર પંડિતની ગૂઢ, ગંભીર રચનાનો વિસ્તાર કરવો તે ખરેખર દુષ્કરને કષ્ટ સાધ્ય કાર્ય છે. છતાંયે તેમણે તેમાં સુંદર રીતે સફલતા પ્રાપ્ત કરી છે. યુકિતઓ તથા સર્વજન ગ્રાહ્ય તર્કોથી એ ગ્રંથમાં વિવેચક મહારાજશ્રીએ પોતાના જૈન સિદ્ધાંતો વિષેના અધ્યયન, મનન અને પરિશીલનનો નિચોડ ઠાલવ્યો છે.ભાષાની સરલતા, શબ્દોની સુમધુરતા ને શૈલીની સુંદરતાપૂર્વક તેમણે તે ગ્રંથરત્નમાં પોતાની