________________
છે આ ગ્રંથ.
અંતે, હું આટલું કહીને વિરમીશ કે દાદાની વાતો જિજ્ઞાસુઓ, સંશોધકો, અભ્યાસુઓ અને રસ ધરાવતા તમામ સુધી પહોંચાડવા માટેનું હું માત્ર નિમિત્ત બની છું. આમાં જે કાંઈ ક્ષતિ, ઊણપ જણાઈ હોય તો તેની જવાબદારી હું સ્વીકારું છું અને એવી ક્ષતિઓ ધ્યાન પર લાવવામાં આવશે તો હું તેમની ઋણી બનીશ.
આજે મને ‘ભક્તામરસ્તોત્ર'ની આ ગાથા યાદ આવે છે.
"अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद् भक्तिरेव मुखरिकुरुते बलान्माम । यत्कोकिल किल मधौ मधुरं विरौति
તવાર ડૂતઋત્તિ નિજ હેત: ||" અર્થાતુ અલ્પ છે શાસ્ત્રજ્ઞાન જેણે, વળી બહુશ્રુતજનોને હાસ્ય કરવાનું સ્થાનક એવા મને તમારી ભક્તિ જ બળાત્કારે વાચાળ બનાવે છે. જેમ ચૈત્રમાસને વિશે નિશ્ચ કોયલ મધુર શબ્દ બોલે છે તેનું કારણ એક મનોહર આમ્રકલિકાનો સમૂહ છે.” અહીં, મારે માટે મનોહર આપ્રકલિકાનો સમૂહ તે દાદાની આ જ્ઞાનગોષ્ઠીઓ છે.
અસ્તુ શ્રી એસ. એમ. જૈન બોર્ડિંગ
- રસીલા કડીઆ ટી. વી. ટાવર સામે, ડ્રાઇવઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : ૨૬૮૫૮૯૨૬
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org