Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ઉપાધ્યાત
[૯ આ ઉમેરો ક્યારે થયે એ કહેવું મુશ્કેલ છે, કેમકે એના ઉપર હરિભદ્રસૂરિ જેવાની ટીકા નથી. ગુણિ રચાઈ તે સમયે આ પ્રકારની સંકલના હતી એમ નિર્વિવાદપણે કહી શકાય. એથી આગળ વધવા માટે તે ચુષ્ણિની રચનાની પૂર્વેની કઈ કૃતિમાં આ સુત્તને ઉલ્લેખ છે કે કેમ અને એમાંથી કઈ અવતરણ મળે છે કે કેમ તે તપાસવું ઘટે. ગમે તેમ પણ એમ ભાસે છે કે આ સંકલનને ઓછામાં ઓછાં બાર વર્ષ થયાં હોવાં જોઈએ.
વિવરણ-પકિખયસુત્ત ઉપર એક ચુણિ છે. આના કર્તા તરીકે એક સ્થળે શાંતિચંદ્રસૂરિને ઉલ્લેખ છે.
વીરમિત્રગણિના સેવક શ્રીચન્દ્રસૂરિના ભક્ત યદેવસૂરિએ વિ. સં. ૧૧૮૦માં પકિખયસુત્ત ઉપર સં.માં વૃત્તિ રચી છે. એમાં એમણે જે ચુણિને ઉલ્લેખ કર્યો છે તે ઉપર્યુક્ત જ હશે.
અહીં જે અવચરિ છપાઈ છે તે આ વૃત્તિને આધારે વેજાઈ હોઈ એમ લાગે છે. અજ્ઞાનકર્તાક અવચરિ મળે છે તે સાથે આ સરખાવવા માટે અત્યારે સાધન નથી.
અજ્ઞાતકર્તક ત્રણ અવચરિએ “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સાધન મંદિર” (પૂના)માં છે. જુઓ મારું હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર.
જૈન ગ્રંથાવલી (પૃ. ૫૮)માં અકલંકદેવકૃત વિષમ પદપર્યાયમંજરીની નેધ છે. '
૧ જુઓ આ જ પત્ર. ૨ બહટ્રિપનિકામાં “રાવનાર ૧ સાબુ ૨ આagarત્ર ૩ વવવમષાઢwવરીયા ” એ ઉલ્લેખ છે. આ ઉપરથી એવી સંભાવના કરાઈ છે કે સાધુપ્રતિક્રમણમાં પાક્ષિકસૂત્રની પણ ૫૬-૫ર્યાય-મંજરી અંતર્ગત હશે,
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org