Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
પખિયસુત્ત (પાક્ષિક્સવ) ગદ્યમાં લખાયું છે. ત્યાર બાદ જર પડ્યો છે અને એના પછી ગદ્યાત્મક વિભાગ છે. અંતમાં એક પલ છે.
વિષય-મહાવ્રત અને શ્રુતનું સંકીર્તન એ બે બાબત અહીં વિસ્તારથી નિરૂપાઈ છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ કૃતિમાં સૌથી પ્રથમ તીર્થંકરાદિને વંદન છે. ત્યાર બાદ આરાધનાની અભિમુખતા, રાત્રિભૂજન-વિરમણપૂર્વક પાંચ મહાવ્રતની ઉચ્ચારણા ચાને સમુત્કીર્તન, પાંચ મહાવ્રતને અંગેના અતિચારે અને મહાનું રક્ષણ, મહાવીર સ્વામીની સ્તુતિ, શ્રતનું સંકીર્તન, ૨૮ ઉક્કાલિય સુરોનાં અને ૩૭ કાલિય સુત્તોનાં નામ, બાર અંગોને ઉલ્લેખ, મુતના દાતા અને પાલકને નમસ્કાર અને શ્રત દેવતાને વિજ્ઞપ્તિ એમ વિવિધ બાબતે આલેખાઈ છે. “સુવા મવથી શરૂ થતા સુપ્રસિદ્ધ પદ્ય દ્વારા આ વિજ્ઞપ્તિ કરાઈ છે.
અહીં જે ૨૮ ઉક્કાલિય-સુત્ત ગણાવાયાં છે તેને બદલે નંદી(સુ. ૪૪)માં ૨૯ છે. એવી રીતે નંદી (સુ. ૪૪)માં કાલિય–સુરની સંખ્યા ૩૭ને બદલે ૩૧ની દર્શાવાઈ છે. આમ જે ભેદ પડે છે તે વિશે તેમજ નદીગત નામે વિષે મેં “આગમનું દિગ્દર્શન'(પૃ. ૫-૬)માં બેંધ લીધી છે. આ નામની યાદી તે મેં “આહુત આગમનું અવલોકન' (પૃ. ૬૬-૬૭)માં તેમજ A History of the Canonical Literature of the Jainas (પૃ. ૨૪–૨૬)માં આપી છે.
પ્રાચીનતા-પકિખયસુત્ત જેવી રચના મહાવીરસ્વામીએ તીર્થ સ્થાપ્યું તે અરસામાં થઈ હોવી જોઈએ. એ હિસાબે આજે આ સુત્ત જે સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે તેમને શ્રુતકીર્તન પરતે અમુક ભાગ પાછળથી ઉમેરાયેલો લાગે છે. ૧
૧ વવહાર (ઉ. ૧૦)માં કેટલાક આગમનાં નામ છે. જુઓ આ. આ. અ. (3. ૪).
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org