Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
દિપઘાત
[૨]
પખિયસુત્ત (પાક્ષિત્ર) નામકરણ–પ્રતિકમણના પાંચ પ્રકાર છેઃ (૧) દૈવાસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુમાસિક અને (૫) સાંવત્સરિક. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના તીર્થમાં શ્રમણસંઘને પ્રતિક્રમણ ફરજીયાત છે એટલે આ સંઘ દરરોજ બે વાર પ્રતિક્રમણ કરે જ અને કરે છે અને એ સમયે સમસુરને ઉપયોગ કરે છે. એવી રીતે પાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા આ શ્રમણસંઘ એક વિશિષ્ટ સુત્ત બોલે છે. આને મુખ્ય સંબંધ પાક્ષિક પ્રતિક્રમણ સાથે હોવાથી આને “પકિખયસુત્ત' (પાક્ષિક સૂત્ર) કહે છે. આ નામ એના પ્રણેતા તરફથી અપાયેલું નથી, પરંતુ કાલાંતરે જાયું છે.
નિર્દેશ – આવરસયમાં આ પખિયરુત્તને સ્થાન મળ્યું નથી તેમ છતાં આવયના ચોથા અજઝયg નામે “પડિકકમણુ” સાથે એક રીતે આને સંબંધ છે. એથી કેટલાક એને એનું પિટાસૂત્ર ગણે છે, બાકી એ આમાં નથી.
કેટલાક પખિયસુત્તને અવસ્મયની જેમ “મૂલસુત્ત’ તરીકે ઉલ્લેખ કરે છે, પરંતુ આમ માનવા માટે એમની પાસે શો સબળ આધાર છે?
ભાવાર્થ, શૈલી ઈત્યાદિ–ઉપલબ્ધ પખિયસત્તની ભાષા પાઈય–જઈણ મરહદી છે. એની શિલી આયાર, દસ વેચાલિય ઈત્યાદિ આગનેના જેવી છે. પ્રારંભમાં ચાર પધો આર્યામાં છે. પછી પાંચ મહાવ્રત અને રાત્રિભૂજન-વિરમણને અંગે
૧ આવયની હારિભદ્રીય ટીકામાં પણ આને સ્થાન અપાયું નથી, જ્યારે પબિય-ખામણગ-સુત્તની વાત ન્યારી છે.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org