Book Title: Khamansutta Pakkhiyasutta Khamangasuttani Savchuriyai
Author(s): Purvacharya, Lalitangvijayji
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ઉપદ્યાત
[૧૧ નામ નોંધાયેલું મળે છે.
વિશિષ્ટતા–જૈન દર્શનનું મૂળ વિનય છે. આમ હોવાથી જન શ્રમણુસંધ ઉત્તમ પ્રકારના વિનયના ભંડારરૂપ હોય એ સ્વાભાવિક છે. શ્રાદ્ધ-સમુદાય પણ મુનિવરેને અવિનય ન જ કરે એ દેખીતી વાત છે. વિનય કઈ કઈ બાબતમાં સાચવ ઘટે એ ‘અભુÉિ'સુત્તમાં સારી રીતે દર્શાવાયું છે. આ સુત્તને ઉપયોગ શ્રમણસ'ધ તેમજ શ્રાદ્ધસમુદાય પણ રેજ કરે છે. પાક્ષિક પ્રતિક્રમણ કરતી વેળા પંદર દિવસ અને રાત્રિના સૂચનપૂર્વક પખિયસુત્ત પછી આ સુત્ત ઉચ્ચારાય છે. ખમાવવાનું–ક્ષામણાનું કાર્ય આટલેથી જ ન આપતાં વિશિષ્ટ સુત્ત પણ બેલાય છે. આને “ખામણગસુત્ત’, ‘પકખય-ખામણગ-સુત્ત', “ક્ષમણાસુત્ત' દ્વિતીયાદિક્ષામણુકસૂત્ર” તેમજ “ક્ષામકસૂત્ર' પણ કહે છે. આ સુત્ત ગદ્યમાં પાઈયમાં ચાર કંડિકામાં રચાયેલું છે.
ખામણગસુત્તની પ્રથમ કંડિકા દ્વારા ગુરુના આરેગ્યને નિર્દેશ કરી ૫ખવાડિયું સુખે સમાધે પસાર થયું અને હવે કલ્યાણકારી બીજુ પખવાડિયું પ્રાપ્ત થયું છે એમ કહેવાયું છે. આ પ્રમાણે મંગલ-વચન ઉચ્ચારી ગુરુને વંદન કરાયું છે.
બીજી કંડિકામાં ચૈત્ય અને સાધુઓને લગતા વંદાપનની હકીકત છે.
ત્રીજી કંડિકામાં ઉપકરણો તેમજ સૂત્રપાઠ ગુરુ પાસેથી જે મળ્યાં તેના નિર્દેશપૂર્વક એ સંબંધમાં જે અવિનય થયે હોય તે બદલ ક્ષમા યાચવામાં આવી છે. આમ અહીં શ્રમણ-જીવનને પ્રસંગ છે.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org