________________
ચતુર્થ કર્મગ્રંથ
પ્રકારને નમસ્કાર કરીને કહીશ?
ઉત્તર ઃ આ ગ્રંથને વિષે ચાર પ્રકારનાં નમસ્કારમાંથી ત્રીજા પ્રકારને નમસ્કાર કરીને એટલે કે દ્રવ્યથી તથા ભાવથી નમસ્કાર કરીને (ષડશીતિ નામક કર્મગ્રંથની પ્રશ્નોત્તરી) કહીશ.
પ્રશ્ન-૩. કેને નમસ્કાર કરીને કહીશ? ઉત્તર : જિનને નમસ્કાર કરીને કહીશ. પ્રશ-૪. જિન કેને કહેવાય?
ઉત્તર : રાગ, દ્વેષ મહઆદિ દુખે કરીને વારણ કરી શકાય એવા શત્રુઓના સમુદાયને જીતનાર (વીતરાગ) તે જિન કહેવાય છે.
પ્રશ્ન-૫. જિનેશ્વરેને નમસ્કાર કરીને શું કહીશ ?
ઉત્તર ઃ જિનેશ્વરેને નમસ્કાર કરીને નીચે પ્રમાણે કહીશ. ૧. જીવસ્થાનકને વિચાર ૨. માર્ગનું સ્થાનને વિચાર ૩. ગુણસ્થાનકોને વિચાર ૪. ઉપગનો વિચાર ૫. કેગનો વિચાર
૬. લેશ્યાનો વિચાર ૭. બંધહેતુઓને વિચાર ૮. અ૫બહત્વનો વિચાર ૯. ભાવોને (ઉપશમાદક) વિચાર અને ૧૦. સંખ્યાતાદિકના વિચારેને કહીશ.
પ્રશ્ન-૬, જીવ કોને કહેવાય? તે જીવોના સ્થાને કેટલા છે?
ઉત્તર : જે આત્માઓને જેટલા જેટલા પ્રાણ હોય તે પ્રાણને ધારણ કરીને જે જીવે છે તે જીવ કહેવાય છે. તે જીના સ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તાદિક ૧૪ હોય છે.
પ્રશ્ન-૭. માર્ગણ કોને કહેવાય? તે કેટલી છે?
ઉત્તર : જીવાદિ પદાર્થોને શોધવું (શોધન કરવું) તેનું નામ માર્ગણ કહેવાય છે. તેનાં જે સ્થાને તે માર્ગનું સ્થાન. તેનાં મૂલચૌદ પ્રકાર તથા ઉત્તર બાસઠ પ્રકારે કહેલા છે તે જણાવીશું.
પ્રશ્ન-૮. ગુણસ્થાને કોને કહેવાય? તે કેટલા છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org