________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૨૯. કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? કયા કયા?
ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શન માણાને વિષે બે ઉપયોગ હેય છે.
(૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન (પિતાના હોય છે.)
પ્રશ્ન ૪૩૦ ક્ષાયિક તથા યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં કેટલા ઉપગ હોય છે? કયા કયા?
ઉત્તર : ક્ષાયિક સમક્તિ અને યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં નવ ઉપયોગ હોય છે. ત્રણ અજ્ઞાન સિવાય જાણવા.
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) ચક્ષુદર્શન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) કેવલદર્શન.
પ્રશ્ન ૪૩. દેશવિરતિ માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા?
ઉત્તર : દેશવિરતિ માર્ગને વિષે ૬ ઉપયોગ હોય છે.
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચક્ષુદર્શન. (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન.
પ્રશ્ન ૪૩ર. અવધિજ્ઞાનાદિ દેશવિરતિમાં કેની જેમ જાણવું?
ઉત્તર : દેશવિરતિ (શ્રાવક) માં અવધિજ્ઞાન, અવધિદર્શન આનંદાદિક શ્રાવકની જેમ જાણવું (હોઈ શકે છે).
પ્રશ્ન ૪૩૩, મિશ્ર સમકિત માગણામાં કેટલો ઉપયોગ હોય છે ? કયા કયા ?
ઉત્તર : મિશ્ર સમકિત માગણમાં નવ ઉપયોગ હોય છે
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૪) ચક્ષુદર્શન, (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) વિર્ભાગજ્ઞાન,
અનેક જીને આશ્રયને જાણવા એક જીવ આશ્રયી ૬ ઉપયોગ હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org