________________
૧૦૦
ચતુર્થ કર્મગ્રંથ
કારણથી કહ્યા નથી તથા તિર્યંચગતિવાળાને દેશથી ચારિત્ર હોય છે પણ સંપૂર્ણ ચારિત્ર ન હોવાથી ઘટતાં નથી.
તસ ય ય સુકાહાર નરપણિદિ સશિ ભવિ સલ્વે નયણેયર પણ લેસા કસાય દશ કેવલદૂગુણા || ૩૪
અથ:–ત્રસકાય, ૩ યોગ, કે વેદ, શુકૂલ લેશ્યા, આહારી, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સંસી તથા ભવ્ય એમ ૧૩ માર્ગણામાં બાર ઉપયોગ હોય છે. ચક્ષુદર્શન–અચક્ષુદર્શન, પાંચ લેશ્યા, ચાર કષાય એ અગ્યાર માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન વિના દશ ઉપયોગ હોય છે. એ જ
પ્રશ્ન કર૩ ત્રસકાય આદિ તેર માર્ગણાઓમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા ?
ઉત્તર : ત્રસકાય, ક યોગ, ૩ વેદ, શુકૂલ લેશ્યા, મનુષ્યગતિ, આહારી, પંચેન્દ્રિય જાતિ, સંજ્ઞી તથા ભવ્ય એમ તેર માર્ગણાઓમાં બધાય એટલે કે બારે બાર ઉપયોગ હેય છે.
પ્રશ્ન ૪૨૪. વેદ તે અભિલાષારૂપ છે તે તે કેવલજ્ઞાનીને છે નહિં તે બાર ઉપયોગ શી રીતે ઘટે?
ઉત્તર : વેદને અભિલાષ નવમા ગુણસ્થાનક સુધી હોય તે વાત સાચી છે પણ તે ભાવેદને આશ્રયીને છે જ્યારે અત્રે લિંગાકાર દ્રવ્યવેદને આશ્રયીને વિવક્ષા કરેલ છે તે કારણથી બાર ઉપયોગ એટલે કેવલજ્ઞાનાદિ હોવામાં કઈ વિરોધ નથી.
પ્રશ્ન કરપ. ચક્ષુદર્શનાદિ અગ્યાર માર્ગણએમાં કેટલા ઉપયોગ હોય છે? કયા કયા?
ઉત્તર : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણદિ પાંચ લેશ્યાઓ, કોધાદિ ચાર કષાયોને વિષે કેવલજ્ઞાન-કેવલદર્શન એ બે ઉપયોગ વિના દશ ઉપયોગ હોય છે.
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) મતિજ્ઞાન, (૬) શ્રુતજ્ઞાન, (૭) વિર્ભાગજ્ઞાન, (૮) ચક્ષુદર્શન, (૯) અચક્ષુદર્શન, (૧૦) અવધિદર્શન.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org