________________
ચતુર્થ કર્મથ કેવલી ભગવંતે તથા અગી કેવલી ભગવંતે પણ અનાહારી કહેવાય છે. સિદ્ધનાં જીવેને પણ અનાહારી કહેવાય છે.
– આ રીતે બાસઠ માર્ગણાઓનાં નામે સંપૂર્ણ
બાસઠ માગણાઓને વિષે ચૌદ છવ સ્થાનક -
દ્વારનું વર્ણન પ્રશ્ન ર૬૧, સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત આ બે જીવભેદે કેટલી માર્ગણાઓમાં હોય? કઈ કઈ?
ઉત્તર : સંશી પર્યાપ્ત તથા સંજ્ઞી અપર્યાપ્ત એ બે ભેદે ૧૩ માર્ગણાઓમાં હોય છે.
(૧) દેવગતિ, (૨) નરકગતિ, (૩) વિર્ભાગજ્ઞાન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) અવધિદર્શન, (૮) ક્ષપશમ સમકિત, (૯) ક્ષાયિક સમકિત, (૧૦) ઉપશમ સમકિત, (૧૧) પદ્મ લેશ્યા, (૧૨) ગુફલ લેશ્યા અને (૧૩) સંસી માર્ગણ.
પ્રશ્ન ર૬૨. દેવગતિ-નરકગતિ માર્ગણામાં સંસી અપર્યાપ્ત છે, તે કયા અપર્યાપ્તા ગણવા?
ઉત્તર : દેવગતિ-નરકગતિ માર્ગણામાં સંસી અપર્યાપ્તા કહ્યા છે તે કરણ અપર્યાપ્તા જીવો લેવા. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત છે ત્યાં ઉત્પન્ન થતાં નથી.
પ્રશ્ન ર૬૩. વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ક્યા અપર્યાપ્ત છ લેવા? શા કારણથી ?
ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં પણ કરણ અપર્યાપ્ત છે લેવા કારણ કે મનુષ્ય અને તિર્યો દેવ અને નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિ સમયથી વિલંગ જ્ઞાન હોય છે. ત્યાં લબ્ધિ અપર્યાપ્ત છ હોતા નથી તથા કેઈક દેવતા તથા નારકીનાં છ વિસંગજ્ઞાન લઈને મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને પણ લબ્ધિ અપર્યાપ્તપણું હેતું નથી. તે કારણથી કરણ અપર્યાપ્તા જી ગ્રહણ કરે છે
પ્રશ્ન ૨૬૪ વિર્ભાગજ્ઞાન માર્ગણામાં કઈ મતાંતર છે? અને મતાંતરે કેટલા જીવભેદ હૈય? શા કારણથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org