________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Y
પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી—ચલતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થએલ હતું, ભગવાનને દેવભવ તદ્ન ક્ષીણ થએલ હતા, ભગવાનની દેવિવમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૃખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભરતમાં આ અવર્સાપણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃખમા નામના આરામેનો સમય તન પૂરા થઈ ગયા હતા. દુ;ખમષમા નામને આરા લગભગ વીતી ગયેા હતા એટલે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ દુઃખમસુષમા નામના આર। વીતી ચૂકયેા હતા, હવે માત્ર તે દુઃખમસુષમા આરાનાં અંતાલીશ હજાર અને પંચાત્તેર વરસ તથા સાડા આઠ માસ જ ખાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઈક્ષ્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપગેત્રવાળા એકવીશ તીર્થંક ક્રમેક્રમે થઈ ચૂકયા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગૌતમગાત્રવાળા બીજા બે તીર્થંકરા થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે ફૂલ તેવીશ તીર્થંકર થઇ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થંકરાએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થશે” એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલા હતા.
આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની ધ્રુવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે ખરાખર મધરાતને સમયે હસ્તે।ત્તરા--ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યાગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્ત્પન્ન થયા.
વળી ભગવાન જ્યારે ખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમને આગલા દેવભવને વૈગ્ય આહાર, દેવભવની હુયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને ચેગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં.
૩ શ્રમણુ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-હવે દેવભવમાંથી હું ચવીશ' એમ તેઆ જાણે છે. વર્તમાનમાં દેવભવમાંથી હું વમાન છું' એમ તેએ જાણતા નથી, હવે દેવભવથી હું ચુત થએલા છું' એમ તેઓ જાણે છે.
૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર નલંધરગેાત્રની દેવાના મહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાંસૂ મા પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા ઊભાહિત એવાં ચૌદ મહાસ્વપ્નાને જોકને જાગી ગઇ.
૫ તે ચૌદ સ્વપ્નાનાં નામ આ પ્રમાણે છેઃ— ૧ ગજહાથી, ૨ વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લક્ષ્મીદેવીના અભિષેક, ૫ માળા-ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય
For Private And Personal Use Only