________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પિટા થયું અને ૫ ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
૧૪૯ તે કાલે તે સમયે પુરુષાદાની, પાર્શ્વ અહંત, જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર મહિનાને વ૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે ચિત્ર ૧૦ દિ ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણત નામના કપ- સ્વર્ગમાંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને વ્યિ શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વિપ નામના કપમાં ભારત વર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વ ભાગ અને પાછલે ભાગ જોડાતે હતે એ સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને વેગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
૧૫૦ પુરૂવાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે, હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદે બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું ચાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કો’ યાવત્ “માતા સુખે સુખે તે ગર્ભ ધારણ કરે છે.'
૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુને બીજે મારુ, ત્રીજો પક્ષ અને પિોષ મહિનાનો વ૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે પિષ વદિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂર્ણ થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જોડાતા હતા તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને વેગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જનમ આપે.
અને જે તે પુરુષાદાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ધણા દે અને દેવીઓ વડે યાવતું ઉપર અવળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવે તથા દેવીઓની આવજાને લીધે કેલાહલવાળી પણ થઈ હતી.
આકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેપમાં આ સ્થળે બધે ‘પા ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી થાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્લ' છે”
૧૫૨ પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લેકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું
“હે નંદ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારો જય થાઓ જય થાઓ યાવત્ “તે કે એ રીતે ‘જયજય’ શબ્દ પ્રયોગ કરે છે?
For Private And Personal Use Only