________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય ત્યારે “હ૬-થયું, સ-બ' એમ તે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારે તેને કહે કે હે ભગવંત! “ઉં-બસ” એમ કેમ કહો છે ? પછી લેનારે ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષુને દૂધ વગેરેને આપનાર ગૃહસ્થ કદાચ કહે કે હે આર્ય ! તું લઈ જા, પછી તે ખાજે અથવા પી જે. એ રીતે વાતચીત થઈ હોય તે તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બાને વધારે લેવું ને ખપે.
૨૩૯ વર્ષાવાસ રહેલા સ્થવિએ તથા પ્રકારનાં કુલ કરેલાં હોય છે, જે કુલે પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે, તે કુલેમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઇને તેમને એમ બેલવું ને ખપે આયુષ્મત! આ અથવા આ તારે ત્યાં છે?
પ૦-હે ભગવંત! “તેમને એમ બોલવું ને અપે” એમ શા માટે કહે છે ?
ઉ૦-એમ કહેવાથી શ્રદ્ધાવાળા ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે-ખરીદે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે.
૨૪૦ વર્ષાવાસ રહેલા નિત્યજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપ અથવા તે તરફ એકવાર પૈસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ ન હોય, તપસવાની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બોલના વાળ નથી આવ્યા એવો ના ભિક્ષુ કે ભિક્ષુણી ન હોય અથત આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તે એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તે ભિક્ષુ ના હોય કે ભિક્ષણ નાની હોય તે પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે.
૨૪૧ વર્ષવાસ રહેલા ચતુર્થભત કરનાર ભિક્ષુને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભોજન જમીને અને નિષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભેજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તે તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ સિવું ખપે.
ર૪૨ વર્ષાવાસ રહેલા છ ભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પેસવું ખપે.
For Private And Personal Use Only