Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 241
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયેલા પાણીનું ટપકું, ૩ પૃમસ, ૪ કરો, પ હુરતનુ-ધાસની ટોચ ઉપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ નિકે કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહરુમે વારંવાર વારંવાર જાવાનાં છે, જેવાનાં છે, પડિલેહવાનાં છે. એ સ્નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. એ રીતે આઠે સૂની સમજુતી થઈ ગઈ. ર૪ વર્ષાવાસ પહેલે ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું છે અથવા તે તરફ પિસવાનું છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ કરીને વિહરતો હોય તેમને પૂછયા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણુરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછેઃ “હે ભગવન ! તમારી સમ્મતિ પામેલો છતો હું ગૃહપતિના કુલ ભણ આહાર સારુ અથવા પાણી સારુ નીકળવા ઈચ્છું છું કે પેસવા ઈચ્છું છું,’ આમ પૂછ્યા પછી જે તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને ગૃહસ્થના કુલ ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જે તેઓ તેને સમ્મતિ ન આપે તો ભિાને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અધવા પેસવું ને ખપે. પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહે છે? ઉ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યાયને એટલે વિનને -આતને જાણતા હોય છે. ૨૫ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફ જવા સારા અથવા બીજું જે કાઈ પ્રજન પડે તે સારુ અથવા એક ગામથી બીજે ગામ જવા સારુ એ બધી પ્રવૃત્તિઓ માટે ઉપર પ્રમાણે જાણવું. ૨૭૬ વષવાસ રહેલો ભિક્ષુ કોઈપણ એક વિનયને ખાવા છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરછેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતે હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવકને અથવા જે કેઈને પ્રમુખ માનીને વિહરતે હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે, “હે ભગવન! તમારી સમ્મતિ પામેલ છતો હું કોઈ પણ એક વિશયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઈચ્છું છું. આમ પૂછયા પછી જે તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષને કેઈપણ એક વિગય ખાવી ખપે, જે તેઓ તેને સમ્મતિ ન આપે તો તે ભિક્ષુને એ રીતે કઈ પણ એક વિગચ ખાવી ને ખપે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255