________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકે, દ્વારપાળ, અમાત્યો, એટે, પીઠમકે-મિત્ર જેવા સેવક, કર ભરનારા નગરના લે કે, હારિઆ લોકો-વાણિયાએ, શ્રીદેવીના છાપવાળે સેનાને પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ કે, મોટા મોટા સાર્થવાહ લેકે, તે અને સંધિપાળથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળે છે તેમ તથા ગ્રહ, દીપસ્તાં નક્ષત્ર અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દસ લાગત, ચંદ્રની પેઠે ગમી જાય એ દેખાવડે તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યો.
- ૬૩ રનાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યા, ત્યાં આવીને સિંધાસણ ઉપર પૂર્વ દિશામાં મુખ રહે એ રીતે બેઠે, બેસીને પિતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધોળા કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવા આઠ ભદ્રાસને મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસને મંડાવીને પછી વળી, પિતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને રત્નથી ભરેલ ભારે દેખાવડે મહામૂલે, ઉત્તમનગરમાં બનેલે અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળે, પારદર્શક-આપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલ, સંકડે ભાતવાળા, વિવિધ ચિત્રવાળો એટલે વૃક બળદ ઘોડે પુરુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારને મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળ એ બેઠકની અંદર એક પડદે તણાવે છે, એ પડદે તણાવને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિયે અને સુંવાળી કેમળ ગાદીવાળું, ઘેળાં કપડાંથી ઢાંકેલું, ઘણું કમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે.
૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બોલાવે છે, કૌટુંબિક પુરુષને બતાવીને તે આ પ્રમાણે બે હે દેવાનુપ્રિયે! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વલક્ષણપાઠકને એટલે સ્વમોનું ફળ કહી શકે તેવા પંડિતેને બોલાવી લાવે.
૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો સાજી થયા અને તેમનું હૃદય પ્રલિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આશાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડામ નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વપલક્ષણપાઠકેનાં ઘરે છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્રલક્ષણપાર્કને બોલાવે છે.
૬૬ ત્યારપછી સિદ્ધાર્થે ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સ્વલક્ષણપાઠકે હર્ષવાળા શ્યા, તેલવાળા થયા અને યાવત્ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું
For Private And Personal Use Only