________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવતવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશે” ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પિતાના બન્ને હાથ જોડીને ચાવત્ તે સ્વપ્નને અર્થને સારી રીતે સ્વીકારે છે.
૮૩ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પિતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પિતાના ભવનમાં પ્રવેશ કર્યો.
૮૪ જ્યાચ્છી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે ઘાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી શ્રમણને-કુબેરને તાબે રહેનારા તિર્થંકમાં વસનારા ઘણા જાંભક દેવો ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુનાં પુરાણ મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણ મહાનિધાનેની–મોટા મોટા ધનભંડારેની–હકીક્ત આ પ્રમાણે છેઃ એ ધનભંડારને હાલ કોઈ ધણી ધેરી હ્યો નથી, એ ધનભંડારમાં હવે કઈ વધારા કરનાર રહ્યું નથી, એ ધનભંડાર જેમનાં છે તેમનાં ગોત્રને પણ કોઈ હવે હયાત રો જણાતો નથી તેમ તેમનાં ઘરે પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારેના સ્વામીઓને ઉચછેદ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનારને પણ ઉછેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકેનાં શેત્રને પણ ઉચ્છેદ થઈ ગયા છે તથા તેમના ઘરનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારે કયાંય ગામડાઓમાં, ક્યાંય અગરોમાં-બામાં, ક્યાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં-ધૂળિયા ગઢવાળા ગામમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામમાં, કયાંય જેમની આસપાસ ચારે બાજુ બળે રાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મર્ડબામાં, કયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા બંદરોમાં-દ્રોણમુખમાં, કયાંય એકલે જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણમાં, કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનેમાં કે તાપસના મઠોમાં, કયાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં–મોટા મેટા પડાનાં સ્થાને માં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો કયાંય સિંગડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, કયાંય તરમાં , કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળામાં એટલે દેવળોન કે છત્રીઓનાં સ્થાનમાં, મેટા મોટા ધારી રસ્તાઓમાં, ઉજજડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરની જગ્યાઓમાં,
For Private And Personal Use Only