________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક મત થઈ પાક નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે કરમ શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચને બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા
૭૧ હે દેવાનપ્રિય! ખરેખર એમ છે કે અમારે સ્વમશાસ્ત્રમાં બેતાળીશ સ્વા કહેલાં છે, તથા ત્રીશ મટાં સ્વો કહેલાં છે, એમ બધાં મળીને બહેતર સ્વમો જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ
જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મોટાં સ્વપ્રોમાંથી આ ચિદ મેટાં કવોને જોઇને જાગી જાય છે. તે જેમકે, પહેલે હાથી અને બીજે વૃષભ વગેરે.
૭૨ વાસુદેવની માતાએ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચાદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે.
૭૩ વળી, બળદેવની માતાએ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચદ મોટાં સ્વપ્નમાંથી ગમે તે ચાર મિટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે.
૭૪ માંડલિક રાજાની માતાએ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ છે છે ત્યારે એ ચદ મેટાં સ્વપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે.
૫ હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષવિચારીએ આ એ ચિદ મહાસ્વપ્ન જોયેલાં છે તો હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ એ ઉદાર સ્વપ્ન જોયાં છે, હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાત્ મંગલકારક વિખે જોયાં છે. તે જેમકે, હે દેવાનુપ્રિય! ચર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! જોગને લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રને લાભ થવાને, હે દેવાનુપ્રિચ! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજાને લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીતિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલને જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિવાળા શરીરથી યુક્ત-જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ વ્યજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સગસુંદર, ચંદ્ર સમાન સોમ્ય આકારવાળા, મનહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર અપવાળા પુત્રને જનમ આપશે,
વળી, તે પુત્ર પણ બાળપણ વિતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળા થશે અને ધવનને પામેલો હશે ત્યારે એ ઘરે વીર અને ભારે પરાક્રમી થશે,
For Private And Personal Use Only