________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યું. તે સ્વમલક્ષણપાઠકે ન્હાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકે એટલે ટલાટપકાં અને મંગલકમેં-ઝાયશ્ચિત્તો કર્યો.
પછી તેમણે ચેકમાં અને બહાર જવાના એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવા મંગલપ ઉત્તમ વસ્ત્રો પહેર્યા, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારેમેઘાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધોળા સરસવ તથા ધને શુકન માટે મૂકીને તે સ્વપલક્ષણપાઠક પિતાપિતાના ઘરમાંથી બહાર નીકળે છે.
૬૭ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચે વચ્ચે થતાં જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે.
૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્રલક્ષણપાઠકેને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે,
૬૯ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઈને વિશેષ વિનય સાથે તે સ્વમલક્ષણપાઠકેને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણ તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઉંઘતી ઉંઘતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મેટાં ચોદ મહાસ્વમોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે હાથી વૃષભ વગેરેનાં સ્વી હતાં. તે હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાવમોનું હું માનું છું કે કેઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઈએ.
૭૦ ત્યારપછી તે સ્વપ્રલક્ષણપાઠક સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રyલ બન્યું. તેઓએ એ સ્વમોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં. પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા-એક બીજાને મત પૂછવા જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વને અર્થ પામી ગયા, તે સ્વપ્રને અર્થે તેઓ એક બીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વમો વિશે
For Private And Personal Use Only