________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંજલી કરીને સિદ્ધાર્થ રાજાને એને એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડે છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવત્ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ, વસ્ત્રો, માળામાં અને અલંકારથી વિભૂષિત થઇને તમામ પ્રકારનાં વા વગડાવીને મેટા વિભવ સાથે, મોટી યુતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણુ વાહને સાથે, મેટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીને છેલ, ભેરી, ઝાલર, ખરમુખી, હકૂક, લકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાઓના અવાજ સાથે દસ દિવસ સુધી પિતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે.
એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાને છેડી દેવામાં આવ્યું છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી
વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કેઈ પણ જગ્યાએ જતી કરનારા લજપુરુષને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કેને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાથે ભેગા કરવામાં આવ્યા છે. એ એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યે છે. તથા એ ઉત્સવ દરમ્યાન કેઈને થે કે વધુ દંડ કરવામાં આવતું નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાને નાચ ચાલુ કરવામાં આવ્યો છે તથા ત્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને મૃદંગને નિરંતર વગાડવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજીકરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસને પ્રમુરિત કરવામાં આવ્યા છે. અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસનો એ ઉત્સવ ચાલતું હતું તે દરમિયાન સંકડે, હજારો અને લાખે પાને-દેવપૂજાઓને, દાને-દાનને અને ભાગને હેતે અને દેવરાવતે તથા સેંકડો, હજારો અને લાખ લંને-વધામણને સ્વીકારતે સ્વી કરાવતો એ પ્રમાણે રહે છે.
૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનને ખાસ ઉત્સવ કરે છે, જે દિવસે જાગરણુને ઉત્સવ એટલે રાતિજગે કરે છે, અગ્યારમે દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમે દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહેળા પ્રમાણમાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભેજન વગેરેને તૈયાર કરા
For Private And Personal Use Only