________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારની તમામ પ્રકારની શોભા સાથે તમામ વાજાઓને અવાજના પડઘા સાથે એ રીતે મોટી ઋદ્ધિ માટે વૃતિ, મોટી સેના, મેટાં વાહને, માટે સમુદાય અને એક સાથે વાગતાં વાનાં નાદ સાથે એટલે શખ માટીને તેલ લાકડાને ઢોલ ભેરિ બાલર અરમુખી હકક દુંદુભિ વગેરે વાજઓના નાદ સાથે ભગવાન કુડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જયાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે.
૧૧૪ ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પિતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પિતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઉતરીને પિતાની મેળે જ હાર વગેરે આભરણે ફૂલની માળાઓ અને વીંટીવેઢ વગેરે અલંકારોને ઉતારી નાખે છે, એ બધાં આભરણે માળાઓ અને અલંકારોને ઉતારી નાખીને પિતાને હાથે જ પાંચ મુદિ લેચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂડિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે એ રીતે વાળને લેચ કરીને પાણી વિનાના છટ ભક્ત-બે ઉપવાસ-સાથે એટલે છ ટૂંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તત્તરા નક્ષત્રને અથૉત્ ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ આવતાં એક દેવદૂષ્ય લઈને પિતે એકલા જ કઈ બીજું સાથે નહીં એ રીતે મુંડ થઈને અગારવાસ તજી દઈને અનગારિક પ્રવજ્યાને સ્વીકારે છે.
૧૧૫ શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી થાવત્ ચવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા.
૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હેય એ રીતે શરીર તરફ વત્ય-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકેફ દિવ્ય ઉપસર્ગો માનવીકૃત ઉપસર્ગો અને તિર્યંચ નિકો તરફથી એટલે દૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપગે; અનુકુળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કેઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આણ્યા વિના ખમી રહે છે, અહીન ભાવે-કોઈની પણ એશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગ મનને નિશ્ચય રાખીને સહન કરે છે.
૧૧૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનંગાર થયા, સમિતિ ભાષા સમિતિ એષણસમિતિ આદાનભાંડમાત્રપિશાસમિતિ અને પારિકાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થ્રેક બડખા લટ અને બીજે દેહમલ એ બધાને નિર્જીવ શુદ્ધ સ્થળે પરઠવવા
For Private And Personal Use Only