________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાને પરિશ્રમ કરેલ છે જેથી તેમનું બીજું નામ શ્રમણ અને કઈ આકસ્મિક ભય ઊભું થતાં કે ભયાનક ક્રુર સિંહ વગેરે જંગલી જનાવરેને ભય આવતાં એઓ તદ્દન અલ રહેનારા છે– જરાપણ પિતાના સંકઃપથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહે એટલે ભૂખ તરશ વગેરેનાં સંકટો આવતાં તથા ઉપસર્ગો એટલે બીજાઓ તરફથી ગમે તેવાં શારીરિક સંકટ આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહને અને ઉપસર્ગોને ક્ષમા વડે શાંતચિત્ત બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શોક અને હર્ષ આવતાં તે અન્નેને સમભાવે સહન કરનાર છે તે તે સદગુણના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવેએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે.
૧૦૫ શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ શેત્રના હતા, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે, સિંદ્ધાર્થ, સેન્ચેસ-શ્રેયાંસ અને સંસ-ચશસ્વી.
૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાશિષ્ટ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી.
૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃ એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ અદા હતું અને એમનું ગોત્ર કડિન્ય હતું.
૧૦૮ શ્રમણ ભગવાન મહાવીરના દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે, અજના અથવા પ્રિયદર્શના.
૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દોહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે, શેષાવતી અથવા જસ્સવતીયશસ્વતી.
૧૧. શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલીહતી, એ પિતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા જ્ઞાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હતા અથવો જ્ઞાતવંડાના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હુંતા એટલે એમને દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળો હતા, વિદેહદિન એટલે વિદેહદિના– ત્રિશલા માતા–ના તનય હતા, વિદેહેજ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસુમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકેમળ હતા અને ત્રીશ વસ સુધી ગૃહસ્થાવાસ કરીને પિતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પિતાનાં વડિલ મોટા પુરૂષોની અનુજ્ઞા મેળવીને પિતાની પ્રતિજ્ઞા પૂરી થતાં તાં કરી પણ લોકાંતિક છતકપી દેએ તે પ્રકારની ઈષ્ટ, મનહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી,
For Private And Personal Use Only