________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે હે દેવાનુપ્રિયે ! તમે જે મહાસ્વપ્ન દીઠાં છે તે અધાં ભારે ઉત્તમ છે એમ કહીને થાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે.
પપ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી સમજી ભારે હરખાણી, સંતોષ પામ યાવત તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી :
૫૬ હે સા! એ એ પ્રમાણે છે, તે સામી! એ તમે કહ્યું તે પ્રમાણે છે, સામી! તમારું કહેણ સાચું છે, તે સામી! તમારું વચન સદેહ વિનાનું છે, હે મામી: હું એ તમારા કથનને વાંછું છું, કે સામી! મેં તમારે એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, તે સામી! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને લાંછેલ છે, જેમ તમે સ્વપ્નોના એ અર્થને બતાવે છે તેમ એ સાચા છે; એમ કરીને ત્રિશલા ક્ષત્રિચાણું સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અદભુત ભદ્રાસન ઉમ્રથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલબ્ધ, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસ જેવી ચાલથી ચાલતી એવી તે વિશલા ક્ષત્રિયાણી જ્યાં પિતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી:
પ૭ મને આવેલા તે ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્ન, બી પપસ્વપ્ન આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલપ ધાર્મિક અને સરસ વાતે વડે પિતાના એ મહાસ્વપ્નની સાચવણુ માટે જાગતી જાગતી રહેવા લાગી છે.
૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પિતાના કૌટુંબિક પુરુને સહા દે છે, પિતાના કૌટુંબિક પુરુષને સાદ દઈ તે આ પ્રમાણે બે હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપણી બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુષ્પ વેરવાનાં છે, કાળો અગર, ઉત્તમ કિદ અને તુક ધુપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા ઉચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ સૂણે છાંટી તેને સુગંધ સુગંધ કરીને મૂકવાની છે જાણે કે એ, કેઈ સુગંધી વસ્તુની ટી–ગળી જ હોય એવી તેને સજવાની છે, આ બધું ઝટપટ કરે, કરાવે અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંઘાસણ મંડા, સિંઘાસણ મંડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળે.
For Private And Personal Use Only