________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એની ધખધખતી જલતી જ્વાલાઓને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળો-વાલાઓ–ને સમૂહ એક બીજીમાં મળી ગયા જે જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળ વડે એ અગ્નિ કેઈ પણ ભાગમાં આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪ .
૪૮ એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જેમાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વમોને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું ફેવું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પિતાની પથારીમાં જાગી ગયાં.
- જે. રાતે મેટા જશવાળા અરિહંત--તીર્થંકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થંકરની બધી માતાએ એ ચોદે સ્વપ્નને જુએ છે.
૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર દિ એવા મહાસ્વપ્ન જોઇને જાગેલી છતી તે વિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવતું તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઉઠે તેમ તેનાં વાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણું પિતાને આવેલાં એ સ્વપ્નને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઉભાં થાય છે, ઉભાં થઈને પગ મૂકવાના પાપીઠ—પાવડા-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમે ધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં
જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને ક્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવજ્ઞાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સેહામણ રૂડી રૂડી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિત કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
- ૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ માંચ પ્રમણિ અને રત્નને જડીને ભાતીગળ બનાવેલા ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિશે આપ લઈ ભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યાવા તે પ્રકારની ઈદ ચાવત્ મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે. બોલ્યાં:
પ૧ ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વોને જોઈને જાગી ગઈ. તે ચૌદ સ્વ હાથી વૃષભ વગેરે હતાં. તે હે સામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વમનું કોઈ હું માનું છું તેમ કલ્યાણ વિશેષ પ્રકારનું ફળ હશે?
For Private And Personal Use Only