________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે સુખને કુટુંબી-સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના સમુદાય વડે તે વધુ શેભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળ રાખેલાં છે અને કમળમાંથી મકદનાં પાણીનાં ટીપાં ટપકાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મોજને ખાતર વીંજાતા પંખાવડે શેભતી એવી, એકદમ છૂટા છુટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણાનૂવાળા અને લાંબા વાળ વાળે એને કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઊપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણીવડે જેણને અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ાિથે સ્વએ જૂએ છે. ૪
૩૮ પછી વળી, પાંચમે સ્વપે આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજાં ફેલે ગુંથેલાં હોઈને એ માળા સુંદર લાગે છે, એમાં ચપ, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસ, મગ, મલ્લિકા, જાઈ, જૂઇ, અંકલ, ફૂ, કેટકપત્ર, મરડમ, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીલ, સૂર્યવિકાસી કમળો ચંદ્રવિકાસી કમળ, પાટલ, કંદ, અતિમુક્તક, સહકાર–આંબે એ બધાં કેટલાંક વૃક્ષે અને કેટલીક વેલડી-લતા–એ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલે ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મને હર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલો ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલની માળાઓ મળેલી છે, માળાને મુખ્યવર્ણ ધળે છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલે ભળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનહર દીસે છે તથા તેમાં વિવિધ ભાત પડે એ રીતે ફૂલે ગોઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણુગણાટ કરતાં પહ, મધમાખી અને ભમરાઓનાં ટેળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગે ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫
૩૯ હવે છ સ્વ માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ઝીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાને ઘડે એ બધાની જે વહેં–રંગે ઘેળો છે, શુભ છે, હૃદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ--પૂરેપૂરે છે, ગાઢ અને ઘેરાં અંધારાંવાળાં સ્થળને અંધારાં વગરના બનાવનાર એવો એ ચંદ્ર છે તથા પક્ષ પૂરે થતાં એટલે શુકલપક્ષ પૂરા થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવે, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચકખા કરેલા દર્પણના કાચ જે ચમકતે, હિંસ સમાન છેળા વર્ણવાળે, તારા અને
For Private And Personal Use Only