Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 16
________________ શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક જન્મ : ૬ એપ્રિલ ૧૮૮૫, લુણસર, વાંકાનેર તાબે, જિ. રાજકોટ અવસાન : ૨ ડિસેમ્બર ૧૯૪૫, રાજકોટ અભ્યાસ : બી.એ. (૧૯૦૮), એલએલ.બી. (૧૯૧૦). માધ્યમિક સુધીનું શિક્ષણ રાજકોટમાં, કૉલેજશિક્ષણ મુંબઈમાં. વ્યવસાય : મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં વકીલાત, ૧૯૧૦-૧૯૪૫ જાહેરજીવનઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૧૫, પછીથી છેક સુધી કારોબારી સભાના સભ્ય. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી, ૧૯૧૬. વાડીલાલ મોતીલાલ શાહે સ્થાપેલા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની કારોબારી સભાના સભ્ય, ૧૯૧૭. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી, ૧૯૧૮. કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એક, ૧૯૨૧, પછીથી સભ્ય. મુંબઈમાં મળનારી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીની સભા, સત્કારમંડળ તથા નિબંધ-પરીક્ષકસમિતિના સભ્ય, ૧૯૨૬. કોલ્હાપુર રાજ્યના શિરોલરોડમાં દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદના ચોથા અધિવેશનના પ્રમુખ, ૧૯૨૬. ઉપરાંત, મુંબઈ માંગરોળ જૈન સભા, જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસીએશન વગેરે સંસ્થાઓના કાર્યકર્તા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપનાર, મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના નિયમિત વ્યાખ્યાતા. પત્રકારત્વ : “સનાતન જૈન'ના સહતંત્રી, ૧૯૦૭થી ૧૯૦૯. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી, ૧૯૧૨થી ૧૯૧૯. જેનયુગના તંત્રી. ૧૯૨૫થી ૧૯૩). સાહિત્યકર્તાઃ પ્રકાશિત ગ્રંથો : ૧. જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય. ૧૯૦૮. ૨. હર્બટ વોરનના “જેનીઝમનું ભાષાંતર. ૧૯૧૦. ૩. વિનયવિજયોપાધ્યાયરચિત નયકર્ણિકા (ગુજ. સંપા.), ૧૯૧૦. (ફત્તેહચંદ કપૂરચંદ લાલન સાથે) ૪. જિનદેવદર્શન, ૧૯૧૦. ૫. સામાયિકસૂત્ર, ૧૯૧૧. ૬. યશોવિજયજીકૃત સમ્યકત્વના સડસઠ બોલની સઝાય, (સંપા.) ૧૯૧૨. ૭. જેને કાવ્યપ્રવેશ, (સંપા.) ૧૯૧૨. ૮. સ્વામી વિવેકાનંદના પત્રો (અનુ.), ૧૯૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 427