________________
બધાંની ક્ષમાપના કરી લો. અને પોતાના આત્મામાં ધ્યાન લગાવી દો. કોઈ આખરી ઇચ્છા હોય તો કહો.' ત્રણ પુત્રીઓ (ત્રણે પુત્રો કરતાં મોટી) અને ત્રણ પુત્રો (ત્રણે ઉંમરમાં નાના જ હતા. મોટો ૧૬ વર્ષનો અને સૌથી નાનો ૧૧ વર્ષનો)નો પરિવાર હતો. પરંતુ તેઓ એવા આત્મલીન થયાં કે બધું જ ભૂલી ગયાં. વિચારીને ધીમા સ્વરે બોલ્યાં, “મારા ગળાની કંઠી મોટી પુત્રીને આપી દેજો.’ હાથ જોડીને પાસે ઊભેલા બધા જ પરિવારજનોની ક્ષમાયાચના કરી અને પછી શાંત થઈ ગયાં અને શાંતિમુદ્રામાં જ સંસાર છોડી દીધો.
૩૧ વર્ષોનો સાથ, બાળકો, પોતાની ઉંમર ૫૫૧ વર્ષ. એક વર્ષથી દિવસ-રાત જેની સેવામાં હતા તેની પત્ની ચાલી ગઈ. તેઓ હિમાલય જેવા બની ગયા – કંઠમાંથી એક શબ્દ નહીં, આંખોમાં આંસુ નહીં. ઘરમાં કેટલાય સભ્યો ઉપસ્થિત હતા. નાનાં-મોટાં બધાં અસ્વસ્થ થયાં, પરંતુ તેના અભાવનું દુઃખ જણાવા દીધું નથી. બાળકોની સફળતા અને સંપન્નતા જોઈને એક-બે વાર કહ્યું હશે કે, તે કેવળ તંગી જોઈને ચાલી ગઈ. સુખ જોઈ શકી નહીં.”
તેઓ આવી વિપરીત સ્થિતિમાં આટલા અચલ કેવી રીતે રહ્યા? મૃત્યુને કદાચ ઊંડાણથી જાણતા હતા. આથી કેવળ પત્નીનું જ નહીં પરંતુ કોઈ પણ મૃત્યુ તેમને હલાવી શક્યું નથી.
સને ૧૯૬૫માં પત્નીનો વિયોગ થયો. ૨૦૦૧ સુધી કોઈ અકાળ અકારણ ઘટના બની નહિ. પાછો ભૂકંપ આવ્યો. પૌત્રી શુભાના લગ્નના માત્ર સાત દિવસ પહેલાં સૌથી મોટો પુત્ર માણેક, જે તેમના હૃદયનો માણેક હતો, દવાઓની મિશ્ર પ્રતિક્રિયાથી ગંભીર રીતે બીમાર થઈ ગયો. તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં હતો ત્યારે જેમ તેમ કરી પૌત્રીનાં લગ્ન પતાવ્યાં.
૫ ફેબ્રુઆરી, ૨૦૦૧, સવારે ૮-૩૦ વાગે હું ઘેર આવ્યો. તેઓ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતા. થોડીવારમાં નિત્યક્રમ પરવારીને આવ્યા. મેં કહ્યું બેસી જાવ.” “બોલ બેટા. મેં કહ્યું, “ભાઈસાહેબ હવે રહ્યા નથી.” તેમનો ચહેરો ગંભીર બની ગયો. શરીર સ્તબ્ધ થઈ ગયું. સ્થિતિ વિકટ થવા લાગી. પછી અચાનક બોલ્યા, “મને એક મિનિટ આપ.” આંખો બંધ થઈ ગઈ ને જાણે ક્યાંક ખોવાઈ ગયા. ૧૫-૨૦ સેકન્ડ બાદ ફરી સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, જે થાય છે તે સારા માટે પર વર્ષનો યુવાન દીકરો અકસ્માત અકારણ મૃત્યુ પામ્યો. એવો પુત્ર જેણે ૧૬ વર્ષની